Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsGujaratઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીઓ ગિફ્ટી સિટીમાં કેમ્પસ સ્થાપશેઃ પ્રધાન

ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીઓ ગિફ્ટી સિટીમાં કેમ્પસ સ્થાપશેઃ પ્રધાન

નવી દિલ્હીઃ વિદેશ જઈને શિક્ષણ મેળવવાનું સપનું જોઈ રહેલા ભારતીય યુવાઓ માટે સારા સમાચાર છે. ઓસ્ટ્રેલિયાના શિક્ષણપ્રધાન જૈસન ક્લેયર ભારતની મુલાકાતે છે. તેઓ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સ્ટુડન્ટ મોબિલિટી વધારવા માટે નવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. તેઓ 28 ફેબ્રુઆરીથી ત્રજી માર્ચ સુધી ભારતના પ્રવાસે છે.

કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને બુધવારે ઘોષણા કરી હતી કે ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટી ગુજરાતની ગિફ્ટ સિટીમાં કેમ્પસ સ્થાપિત કરશે. આ બે યુનિવર્સિટી વોલોનગોંગ અને ડીકિન યુનિવર્સિટી છે, આગામી સપ્તાહમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝની પહેલી ભારત યાત્રામાં પોતાના કેમ્પસ સ્થાપિત કરવા સંબંધિત સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. તેમણે દિલ્હી યુનિવર્સિટીના વેંકટેશ્વર કોલેજમાં આયોજિત સમારોહમાં એ ઘોષણા કરી હતી. આ સમારોહમાં ઓસ્ટ્રેલિયાના શિક્ષણપ્રધાન જૈસન ક્લેયર પણ સામેલ થયા, જે ચાર દિવસની ભારત યાત્રા પર છે.

તેમણે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટી ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં પોતાના કેમ્પસ સ્થાપિત કરશે. અમે યુવાનો માટે શિક્ષણની સુગમતા અને ગુણવત્તાની સાથે ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારી કરવા ઇચ્છીએ છીએ. ઓસ્ટ્રેલિયાના પ્રધાને એ ઘોષણા પણ કરી હતી કે વોલોનગોંગ યુનિવર્સિટીની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર ભૂતપૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ ભારતમાં યુનિવર્સિટી સ્થાપિત કરવામાં સહયોગ કરશે. ક્લેયરે કહ્યું હતું કે એ ભારત દ્વારા અન્ય કોઈ પણ અન્ય દેશની સાથે કરવામાં આવેલી અનુકૂળ સમજૂતી હશે. આ યુનિવર્સિટી સૌથી પહેલાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન શરૂ કરશે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular