Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાત હાઇકોર્ટના ત્રણ જજોએ  શપથ લીધા

ગુજરાત હાઇકોર્ટના ત્રણ જજોએ  શપથ લીધા

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે આજે ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે નવનિયુક્ત શ્રીમતી વૈભવી દેવાંગ નાણાવટી, નિર્ઝરકુમાર સુશીલકુમાર દેસાઈ અને નિખિલ શ્રીધરન કેરિઅલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

કોરોનાની રોગચાળાને કારણે આજનો શપથવિધિનો કાર્યક્રમ સીમિત વ્યક્તિઓની હાજરીમાં યોજવામાં આવ્યો હતો અને યુટયુબ પર એનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, એડકેટ જનરલ, વકીલો, હાઇકોર્ટના અધિકારીઓ તથા નવનિયુક્ત જજોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.  

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular