Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratહ્યુસ્ટનનું આકાશ ભગવાન ‘જય શ્રીરામ’ના બેનરથી લહેરાયું

હ્યુસ્ટનનું આકાશ ભગવાન ‘જય શ્રીરામ’ના બેનરથી લહેરાયું

હ્યુસ્ટનઃ રવિવારે 28, જાન્યુઆરી, 2024એ બપોરે વિશ્વના પહેલા ડોમ સ્ટેડિયમ પર આકાશમાંથી એક ગગનભેદી નાદ સંભળાયો જય શ્રીરામ. એની સાથે એક એરિયલ બેનર જોવા મળ્યું હતું, જેમાં લખ્યું હતું કે જય શ્રીરામ. એ નાદ જાણે કે આખું બ્રહ્માંડ જય શ્રીરામનો જાપ કરતું હોય એવું લાગ્યું હતું.

રવિવારે આકાશ સ્વચ્છ હતું અને આકાશમાં એક કેનવાસનું બેનર જોવા મળ્યું હતું, જેથી ત્યાં રહેલા લોકો દિગ્મૂઢ થયા હતા અને ઊભા થઈ ગયા હતા. તેમની આંખો જે બની રહ્યું હતું એના પર હતી. પાઇલટ અને બેનરનું સ્વાગત જમીન પર ઊભેલા લોકોએ જય શ્રીરામના જયઘોષથી કર્યું હતું.

રેખા સિંહે હિલક્રોફ્ટથી જોયું હતું. અમે પરિવારની સાથે એક રેસ્ટોરાંમાં બપોરે ભોજન માટે આવ્યા હતા અને આકાશમાં જે કંઈ બની રહ્યું હતું, એનાથી રેસ્ટોરામાંથી અને ઉત્સુકતાથી ત્યાં ભીડ જમા થઈ ગઈ હતી. અમે ભાગ્યશાળી હતા કે અમે એ હવામાં લહેરાતા શ્રીરામના બેનરને જોયું હતું અને જય શ્રીરામના જયઘોષમાં સામેલ થઈ ગયા હતા. આ એક અદભુત અનુભવ હતો, જે કાયમ માટે યાદો છોડતો ગયો હતો, એમ તેણે કહ્યું હતું.

‘એમ્બ્રેસિંગ ધ સ્કાય, યુનિવર્સ ચેન્ટ્સ જય શ્રીરામ’ના શીર્ષકવાળા આ પ્રોજેક્ટની હ્યુસ્ટનવાસી ઉમંગ મહેતા અને એ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય હિન્દી એસોસિયેશન (IHA) અને કેટી બોમ્બે બજારના સમર્થનથી ડો. કુસુમ વ્યાસે સહાય કરી હતી. ટીમના અન્ય સભ્યો હતા અચલેશ અમર અને અનંત શ્રીવાસ્તવ.

અમે અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યા હતા અને અમારો ઉદ્દેશ હિન્દુ સમાજના લોકોને કાયમ માટે યાદ રહે એવી અવિસ્મરણીય પ્રકારથી આની શુભેચ્છાઓ આપવાનો હતો. શ્રીરામ હિન્દુ દેવાતાઓમાંના એક છે, જે વીરતા અને સાદગીનો અવતાર માનવામાં આવે છે, એમ મહેતાએ જણાવ્યું હતું.

ભગવાન શ્રીરામનો જયઘોષ કરનારો પ્રોજેક્ટ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી- એ નિમિત્તે હતો, કેમ કે રામ મંદિર 500 વર્ષના બલિદાન અને દ્રઢ સંકલ્પના લાંબા સંઘર્ષ પછી બન્યું હતું. અયોધ્યામાં આ મંદિર બનતાં પહેલાં અનેક કારસેવકોએ બલિદાન આપ્યાં હતા. હ્યુસ્ટનમાં નીરભ્ર આકાશ શ્રીરામના મંત્રો અને નામથી ઝગમગી ઊઠ્યું હતું. અમને આ દિવ્ય ક્ષણનો બહુ ગર્વ છે, જેણે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે સંસ્કૃતિ, ભાષા અને ભારતીય અસ્મિતાને ગૌરવાન્વિત કરી છે, એમ IHAના ટ્રસ્ટી સ્વપ્ન ધૈર્યવાને જણાવ્યું હતું.

જ્યારે મેં જય શ્રીરામના બેનર વિશે સાંભળ્યું, ત્યારે હું રોમ-રોમથી પુલકિત થઈ ગયો અને આ અનોખા પ્રોજેક્ટને સહાય કરવામાં હર્ષની લાગણી અનુભવી, જે લોકોના દિલોદિમાગમાં કાયમી યાદગીરી છોડશે. એને હ્યુસ્ટના વિવિધ ભાગોમાં આકાશમાં જોવા મળી હતી. આ પ્રોજેક્ટ ટીમને મારી અંતકરણથી શુભેચ્છાઓ, એમ સ્થાનિક બિઝનેસમેન અને સ્પોન્સરે કહ્યું હતું.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular