Sunday, July 20, 2025
Google search engine
HomeNewsGujaratદિવાળીમાં ઝળાંહળાં લાઇટ ડેકોરેશનનું બજાર તદ્દન ફિક્કું

દિવાળીમાં ઝળાંહળાં લાઇટ ડેકોરેશનનું બજાર તદ્દન ફિક્કું

અમદાવાદઃ દેશમાં અને રાજ્યમાં દિવાળીમાં ડેકોરેશન લાઇટિંગ બજારમાં ઝળહળતી લાઇટ ડેકોરેશનની બજાર તદ્દન ફિક્કું લાગી રહ્યું છે. ચીનથી આયાત થતી લાઇટિંગની નવી સેંકડો વરાઇટીઓની આયાત સરકારી નિયંત્રણોને લીધે છેલ્લાં બે વર્ષથી લગભગ બંધ છે, ત્યારે સ્થાનિક બજારોમાં નાની લાઇટ, કન્ડિલ, નાની ડેકોરેશન આઇટમોની પાંચ-પચ્ચીસ વરાઇટીનું વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

બજારમાં ભારે ડયૂટી સાથે આવતી થોડીઘણી ચાઇનીઝ વરાઇટીઓન ભાવ અગાઉના વર્ષ કરતાં 50થી 70 ટકા વધુ હોવાથી ગ્રાહકો માત્ર નામપૂરતી નાના દીવા કે ડેકોરેશન કન્ડિલની ખરીદી કરી રહ્યા છે, એમ દુકાનદારોએ જણાવ્યું હતું.  સરકારે મેઇક ઇન ઇન્ડિયાનું પર ભાર મૂકતાં લાઇટિંગ ઝાલરો દિલ્હી-મુંબઈમાં બનતી થઈ છે. પરંતુ ચીનની હજારો વેરાયટીઝ સામે તેનુ પ્રમાણ નગણ્ય છે, એમ સ્થાનિક વેપારીઓ જણાવે છે.

આ ઉપરાંત તાજેતરનાં વર્ષોમાં મુંબઈમાં પર્યાવરણીય જાગૃતિને લીધે પ્લાસ્ટિકનાં ફૂલનાં કૂંડાં, છોડ અને ઘાસ જેવી લાગતી કારપેટ ચો.ફૂટદીઠ રૂા. 60થી રૂા. 150 સુધી મળતી થઈ છે. બીજી બાજુ, ક્રૂડ તેલના ભાવવધારાને લીધે આ ચીજોના ભાવ 60 ટકા વધ્યા છે.

ડેકોરેશન બજારના અગ્રણી સ્ટોકિસ્ટે જણાવ્યું હતું કે છેલ્લાં 25 વર્ષમાં સૌથી ઓછી વરાઇટી અને ધંધા સાથે અમે ચાલુ વર્ષે ચીનથી માલની કોઈ આયાત (ઊંચી ડ્યૂટીને લીધે) કરી નથી. અગાઉના વર્ષનો સ્ટોક વેચીને કામ ચલાવીએ છીએ.  અન્ય વેપારીઓ જણાવ્યું કે મોંઘવારી, લોકડાઉન અને બેરોજગારી વધવાની સીધી અસરથી ચાલુ વર્ષે અમારો ધંધો વર્ષ 2019 સામે માત્ર 25થી 30 ટકા સુધી જ થવાની પ્રબળ શક્યતા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular