Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratસિંચાઈ માટેની ખારીકટ કેનાલ કચરાપેટીમાં ફેરવાઈ ગઈ

સિંચાઈ માટેની ખારીકટ કેનાલ કચરાપેટીમાં ફેરવાઈ ગઈ

 અમદાવાદઃ આઝાદી પહેલાં અંગ્રેજોના સમયથી સિંચાઈના પાણી માટે તૈયાર કરવામાં આવેલી ખારીકટ કેનાલ કચરાપેટીમાં ફેરવાઈ ગઈ છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના જુદા-જુદા ભાગમાં વહેંચાયેલી, પસાર થતી ખારીકટ કેનાલમાં ક્યાંક કચરો  ઠલવાઈ રહ્યો છે..તો ક્યાંક ગંદું પાણી..એકદમ ઝડપથી વિકસતા પૂર્વ વિસ્તારમાં પહેલાં ખારીકટ કેનાલની આસપાસ નાના-મોટા ઉદ્યોગોનું સામ્રાજ્ય હતું. હવે કેનાલોને અડીને મોટી સંખ્યામાં ‘હાઉસિંગ સ્કીમો ‘ બની ગઈ છે. હાલ કેટલોક રહેણાક વિસ્તાર ગંદકીથી ખદબદી રહેલી કેનાલને અડીને જ બની ગયો છે.

ખારીકટ કેનાલની  સ્વચ્છતા અને સુંદરતા માટે મહિનાઓથી મહાનગરપાલિકા જુદી-જુદી યોજનાની જાહેરાતો કરી રહી છે, પરંતુ માઇલો લાંબી, જુદા-જુદા વિસ્તારોમાંથી પસાર થતી કેનાલમાં  સ્માર્ટ સિટી અમદાવાદનું જુદું જ સ્વરૂપ નજર સામે તરી આવે છે.સરકારી તંત્ર તો કેનાલની સ્વચ્છતા અને સુંદરતા માટે પ્રયત્નો કરી રહી છે, પરંતુ કેટલાક ઉદ્યોગો અને સ્થાનિક લોકો કેનાલને કચરાપેટી સમજી બેઠા છે.

જોકે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની હદમાં આવેલ નરોડા (Naroda) સ્માશન ગૃહથી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ કેનાલનું નવીનીકરણ કરવામાં આવશે. મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી ઘટના હશે, જે એકસાથે રૂ. 1200 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હોય, શહેરના પૂર્વ વિસ્તારમાં અંદાજિત 12.9 કિમી લાંબી ખારીકટ કેનાલ પણ ડેવલપ કરવામાં આવશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular