Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratદેશમાં પહેલું ઈ-શહેર ગુજરાતમાં: માત્ર ઇલેક્ટ્રિક-વાહનોને મંજૂરી

દેશમાં પહેલું ઈ-શહેર ગુજરાતમાં: માત્ર ઇલેક્ટ્રિક-વાહનોને મંજૂરી

અમદાવાદઃ રાજ્યના કેવડિયા વિસ્તારમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના રૂપે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી મૂર્તિ માટે જ નહીં, પણ દેશના આવા પહેલા શહેરના રૂપમાં ઓળખાશે કે જ્યાં માત્ર ઇલેક્ટ્રિક વાહનો જ ચાલશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ઓપરેશન્સ ઓથોરિટી-(SOUADTGA)એ રવિવારે કહ્યું હતું કે એ ગુજરાતના કેવડિયામાં દેશનું પહેલો ઇલેક્ટ્રિક વેહિકલ-ઓનલી એરિયા વિકસિત કરશે, જ્યાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોની આવ-જાની મંજૂરી હશે.

વિશ્વ પર્યાવરણ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આદિવાસી નર્મદા જિલ્લાના કેવડિયા ક્ષેત્રને દેશની પહેલી ઇલેક્ટ્રિક વાહન શહેર બનાવવાની ઘોષણા કરી હતી. એ પછી ઓથોરિટીએ આ યોજનાની માહિતી આપી હતી. એણે કહ્યું હતું કે ઓથોરિટીની સત્તામાં આવતા વિસ્તારમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોની આવજાને મંજૂરી હશે. પર્યટકોને ડીઝલની જગ્યાએ બેટરીવાળી બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓને થ્રી વ્હીલર ઈ-વાહનો ખરીદવા માટે મદદ કરવામાં આવશે.

ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના સહયોગથી ઓથોરિટીને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં પણ સબસિડીના રૂપે છૂટ આપવામાં આવશે. ઓથોરિટીથી જોડાયેલી અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ યોજનાનો લાભ મળશે. તેમણે કહ્યું હતું કે ઈ-રિક્શા ચલાવતી કંપનીએને પ્રારંભમાં ઓથોરિટીના હેઠળના વિસ્તારમાં કમસે કમ 50 રિક્શા ચલાવવાની રહેશે. ઈ-રિક્શાચાલકોને યાદીમાં સ્થાનિક મહિલાઓ સહિત પહેલેથે ચલાવતા ચાહકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

ઓથોરિટીએ કહ્યું હતું કે કેવડિયામાં પ્રદૂષણ ફેલાવતા કોઈ ઉદ્યોગ નથી. વળી શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોની મંજૂરીથી વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને સારું લાગશે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular