Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratતહેવારોની સિઝનમાં ફૂલની સુવાસ ફીકી પડશે!

તહેવારોની સિઝનમાં ફૂલની સુવાસ ફીકી પડશે!

રાજ્યમાં તહેવારની સિઝન શરૂ થઈ ચૂકી છે, ત્યારે ભગવાની પૂજામાં સૌથી મહત્વની વસ્તુ ફૂલ છે. ઘરમાં કે ઓફિસમાં પુજા હોય કે શુભ પ્રસંગ હોય કે અન્ય કોઈ ઉજવણી હોય ફુલનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. વધતા ફૂલનો ઉપયોગ પર પણ હવે મોંઘવારીનો માર લાગતો જોવા મળી રહ્યો છે. હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં ભગવાનને ફૂલ ચડાવવા પણ મોંઘા પડશે. કારણ કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ફૂલના ભાવના ધરખમ વધારો થયો છે. ગણેશ મહોત્સવ બાદ નવરાત્રિનો પણ તહેવાર આવશે, તેથી ફૂલના ભાવમાં સતત તેજી રહે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત હોલસેલ બજારના ભાવ કંઈક અલગ અને રિટેલ માર્કેટના ભાવ કંઈક અલગ જોવા મળી રહ્યા છે. હોલસેલ બજારમાં ફૂલનો જે ભાવ હોય છે, તેના કરતાં બમણો ભાવ રિટેલ બજારમાં ચાલી રહ્યો છે.

હાલમાં હોલસેલ ફૂલ બજારમાં ફૂલના ભાવમાં ચારથી પાંચ ગણો વધારો થયો છે. તેમાં પણ ગુલાબ, ગલગોટા, મોગરો, સેવંતી જેવા દેશી ફૂલના ભાવ આસમાને પહોંચ્યા છે. આ ઉપરાંત ઇંગલિશ ફૂલના ભાવ પણ ઉચકાયા છે. કારણ કે, હવે શહેરીજનો ડેકોરેશન માટે ઇંગલિશ ફૂલનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે. વિદેશી ફૂલમાં ઓર્કિડની જે એક સ્ટીક 30થી 40 રૂપિયામાં મળી રહેતી હતી, તે હવે 100થી 120 રૂપિયા સુધીની મળે છે.

આ ઉપરાંત દેશી ફૂલના ભાવમાં પણ વધારો થયો છે. મળતી માહિતી અનુસાર, હાલ ફૂલ બજારમાં ગુલાબના ભાવ રૂ.120થી 150 હતા, જે ભાવ વધી રિટેલ બજારમાં રૂ.800થી રૂ.1000 થયા છે. ગોલગોટાનો ભાવ રૂ.50થી 80 હતા, જે હાલ વધીને રૂપિયા 300થી 400 થયા છે. આ જો ફૂલનો ભાવ હોલસેલ બજારમાં તેના કરતાં અડધી કિંમતે વેચાઈ રહ્યા છે. એટલે કે, હોલસેલ બજારમાં દેશી ગુલાબનો ભાવ રૂપિયા 500થી 600 સુધી ચાલી રહ્યા છે. જ્યારે ગલગોટાનો ભાવ રૂ. 120થી 160 સુધીનો ચાલી રહ્યો છે. એટલે કે, હોલસેલ બજાર કરતા રિટેલમાં બમણો ભાવ લેવાઈ રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular