Wednesday, October 8, 2025
Google search engine
HomeNewsGujaratમુખ્યમંત્રીએ નવા વર્ષના પ્રારંભે પ્રાર્થના કરી નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા

મુખ્યમંત્રીએ નવા વર્ષના પ્રારંભે પ્રાર્થના કરી નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2081ના પ્રારંભના દિવસે સવારે ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન પૂજન અને આરતી કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી સમૃદ્ધિ અને પ્રગતિની ઈશ્વર પાસે પ્રાર્થના કરતા સૌને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા.


મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે તે સાકાર કરવામાં ગુજરાત અગ્રીમ યોગદાન આપશે તેવી અપેક્ષા પણ નૂતવર્ષાભિનંદન પાઠવતાં વ્યક્ત કરી હતી.

ધારાસભ્ય રીટા બહેન પટેલ, ગાંધીનગરના મેયર મીરાં બહેન પટેલ તેમજ મહાનગર પાલિકાના પદાધિકારીઓ, સંગઠનના અગ્રણીઓ મ્યુનિસિપલ કમિશનર વાઘેલા આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી એ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ સાથે નૂતન વર્ષ શુભેચ્છાઓની આપ-લે કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular