Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsGujaratકચ્છના મુન્દ્રામાં એસી કમ્પ્રેશર બ્લાસ્ટથી ભયાનક આગ, પિતા-પુત્રીનું મૃત્યુ

કચ્છના મુન્દ્રામાં એસી કમ્પ્રેશર બ્લાસ્ટથી ભયાનક આગ, પિતા-પુત્રીનું મૃત્યુ

કચ્છ:  આજે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ એક ઘરમાં એસીના કમ્પ્રેશરમાં ધડાકાભેર બ્લાલ્ટ થતા ચકચાર મચી જવા પામ્યો છે. બ્લાસ્ટ થવાની આગ લાગવાની ઘટના બની હતી. જેના લીધે થોડી જ વારમાં આખું ઘર આગની ચપેટમાં આવી ગયું હતું. આ ઘટનામાં પિતા-પુત્રીનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જેની હાલત નાજુક હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુન્દ્રામાં આવેલા સૂર્યનગરમાં એક મકાનમાં એસીનું કમ્પ્રેશર ફાટતાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે ઘરની અંદર વિકરાળ આગ લાગી હતી. કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો ત્યારે પરિવારના ત્રણ સભ્યો ઘરમાં સૂતા હતા હતા. આ બ્લાસ્ટના લીધે ભભૂકી આગમાં ત્રણેય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમાં રવિ કુમાર રામેશ્વર રાય અને તેમના પૂત્રી જાનવીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પત્ની કવિતાબેન ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક છે. બ્લાસ્ટ બાદ ઘરમાં આગ લાગતાં આસપાસના વિસ્તારના લોકો એકઠાં થઇ ગયા હતા અને તેમણે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોની ડેડબોડીને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જોકે કયા કારણોસર કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થયો તે અંગે હજુ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી. હાલમાં પોલીસે જાણવા જોગના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular