Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratઠંડી ચમકાર સાથે તાપમાનમાં થયો વધારો, જાણો હવામાન વિભાગની આગાહી

ઠંડી ચમકાર સાથે તાપમાનમાં થયો વધારો, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનો યથાવત્ જોવા મળી રહ્યો છે. પરંતુ હવામાનમાં લઘુત્તમ તાપમાનનો પારો ગઈકાલે લગભહ 5.2 ડિગ્રી ઘટ્યો હતો, આ સાથે આજે 1.6 ડિગ્રી વધીને 13.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ સાથે રાજ્યમાં ઉત્તરીય ઠંડા પવન પ્રતિ કલાક 5 કીમીની ઝડપે ફૂંકાય રહ્યા છે. જેથી હળવો ઠંડીનો ચમકાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે  પાછાલા ઘણા દિવસોથી ઠંડીનું જોર ઘટ્યું હતું અને તાપમાનનો પારો 16-17 ડિગ્રી આસપાસ પહોંચ્યો હતો. આ ઉપરાંત પવનની ગતિ પણ પ્રતિ કલાક 2-3 કિમીની રહી હતી. જેથી સવારના સમયે ઠંડી બપોરના સમયે ગરમી આમ બેવડી ઋતુ અહેસાસ થઈ રહ્યો હતો.

ગુજરાતમાં વધતી ઘટતી ઠંડી વચ્ચે મહદ્દ અંશે કમોસમી વરસાદની હાજરીથી રોગચાળો ઉશ્કેરાયો છે. બેવડી ઋતુના સતત મારાછી શરદી અને ખાંસીના રોગમાં દીન પ્રતિદીન વધારો નોંધાય છે. સવારે સામાન્ય ઠંડી અને સાંજે સામાન્ય ઠંડી જ્યારે બપોરે ગરમી જેવી એક સિઝનમાં ડબલ રૂતુનો અહેસાસ થતાં હવે લગભગ શિયાળાની ઋતુ સમાપ્ત થયાનું અનુમાન સેવાતુ હતું. પરંતુ આજે નીચેના તાપમાનનો પારો ગગડીને 13.8 થઈ જતા ફરી એકવાર હજી શિયાળાની ઋતુ સમાપ્ત નહીં થયાનું લાગી રહ્યું છે. આ તમામ વચ્ચે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સાઇક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનમાં છે જેના કારણે પવનોની દિશા બદલાઈ છે અને ગરમીમાં વધારો નોંધાયો છે. ઉત્તર પૂર્વ પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થશે. આ સાથે નલિયામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન અંગેની આગાહી પ્રમાણે, અમદાવાદ, ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળોથી ઘેરાયેલો આકાશ જોવા મળ્યો છે. આજે સાંજથી હવામાન ખુલ્લુ થાય અને વાદળો હટે તેવી સંભાવનાઓ છે. સાથે જ તેમણે ઠંડીના રાઉન્ડ, તાપમાન, પવનની ગતિ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, પવનની દિશા છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઉત્તર પશ્ચિમ તો ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો જોવા મળ્યા હતા, જેના લીધે કેટલીક જગ્યાએ ઝાકળ પણ જોવા મળી હતી. આજે સાંજે ફરીથી પવન ઉત્તરના થશે. સાથે જ પવનની ગતિ 8 ફેબ્રુઆરીથી સામાન્ય થશે. હજુ ઉનાળો શરૂ થવામાં વાર લાગશે. આજે ફરી ઉત્તરના પવનો ફૂંકાશે, જેના લીધે ફરી ઠંડીમાં વધારો થશે અને હજુ પણ ઠંડીનો રાઉન્ડ આવશે. સરેરાશ બેથી ત્રણ દિવસ તાપમાન ઘટે તેવું અનુમાન છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular