Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratદ્વારકાધીશ મંદિર પર શંકાસ્પદ ડ્રોન, મુંબઇના યુટ્યુબરની ધરપકડ

દ્વારકાધીશ મંદિર પર શંકાસ્પદ ડ્રોન, મુંબઇના યુટ્યુબરની ધરપકડ

દ્વારકા: દેવ ભૂમિમાં પ્રતિબંધિત ડ્રોન વિસ્તારની આસપાસ સોમવારે 3જી ફેબ્રુઆરીના રોજ શંકાસ્પદ ડ્રોન દેખાત તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. વહેલી સવારે ડ્રોન દેખાતાની સાથે જ પોલીસ ફોર્સ એક્શનમાં આવી અને સર્ચ ઓપરોશન હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ થોડા જ સમયમાં ડ્રોન ઉડાડનાર વ્યક્તિને ઝડપી પાડ્યો હતો છે.

આખી વાત એમ છે કે સોમવારે (3 ફેબ્રુઆરી) વહેલી સવારે દ્વારકાધીશના મંદિરના શિખર પર પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડતું દેખાયું હતું. જેની જાણ થતાં તંત્રએ તુરંત કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ડ્રોન ઉડાડનાર મુંબઈના એક શખસની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ શખસ મુંબઈનો રહેવાસી છે અને એક યુટ્યુબર છે. તે પોતાની યુટ્યુબ ચેનલ માટે વિવિધ જગ્યાનું ડ્રોનથી શૂટિંગ કરે છે અને વીડિયો બનાવે છે. દ્વારકા પોલીસે મંજૂરી વિના ડ્રોન ઉડાડવાના કારણે શખસ પર કાયદાકીય કાર્યવાહી કરી, વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular