Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્ય સરકારનો રેગિંગ મામલે કડક આદેશ

રાજ્ય સરકારનો રેગિંગ મામલે કડક આદેશ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાઓ રોકવા માટે સરકારે આકરું વલણ અપનાવ્યું છે. કોલેજ માટેના અલગ નિયમો ઘડ્યા છે, તે મુજબ રાજ્યની કોઈ પણ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ સંસ્થામાં રેગિગની ઘટના બનશે તો શિક્ષણ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા નિયમો પ્રથમ લાગુ કરવામાં આવશે.  હાઇકોર્ટ દ્વારા સરકાર પર દબાણ ઊભું કરવામાં આવતાં  શિક્ષણ વિભાગે આ અંગેના નિયમો જાહેર કર્યા છે.

સરકારી પ્રસ્તાવમાં (GR) કહેવામાં આવ્યું છે કે રેગિંગ માટેની સજા વર્ગોમાં હાજરી આપવાથી લઈને શૈક્ષણિક વિશેષાધિકારોના સસ્પેન્શનથી લઈને હાંકી કાઢવા સુધીની હશે તેમ જ વિદ્યાર્થીને પાંચ વર્ષના સમયગાળા માટે કોઈ પણ શૈક્ષણિક પ્રવૃત્તિમાંથી બાકાત રાખવા સુધીની હદ સુધી હાંકી કાઢવામાં આવશે. કોઈ સંસ્થામાં પ્રવેશ આપવામાં આવશે નહી.

જો અપરાધ કરનાર અથવા પ્રોત્સાહન આપનાર વ્યક્તિઓની ઓળખ ન થાય તો  સામૂહિક સજાની જોગવાઈ પણ છે.શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવા વિદ્યાર્થીઓ કે જેઓ પીડિત અથવા સાક્ષી તરીકે રેગિંગની ઘટનાઓની જાણ કરતા નથી તેમને પણ યોગ્ય સજા કરવામાં આવશે.

સરકારે કહ્યું કે, જીઆર યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા જાહેર કરાયેલા રેગિંગ પરના નિયમો પર આધારિત છે.

સંસ્થાઓએ પ્રથમ વર્ષ પૂર્ણ કરી રહેલા વિદ્યાર્થીઓના માતા-પિતા/વાલીઓને પત્ર દ્વારા એન્ટિ-રેગિંગ કાયદા વિશે જાણ કરવાની રહેશે અને તેમણને અપીલ કરવી પડશે કે  તેઓ પાછા ફરે ત્યારે તેમનાં બાળકોને રેગિંગમાં સામેલ થતા અટકાવે.  જીઆરએ જણાવ્યું હતું કે, સંસ્થાઓ રેગિંગની ઘટનાઓના સંબંધમાં ઓરિએન્ટેશન પ્રોગ્રામ્સ, કાઉન્સેલિંગ સત્રો આયોજિત કરવા માટેની સૂચનાઓનું પાલન કરવા માટે એન્ટી-રેગિંગ સ્ક્વોડ અને મોનિટરિંગ સેલ પણ બનાવશે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular