Saturday, August 16, 2025
Google search engine
HomeNewsGujaratરાખડી દ્વારા ‘માસ્ક’ પહેરવાનો સંદેશ આપતા રાજ્યના વેપારીઓ

રાખડી દ્વારા ‘માસ્ક’ પહેરવાનો સંદેશ આપતા રાજ્યના વેપારીઓ

અમદાવાદઃ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, જેમાં અમદાવાદના રાખડી ઉત્પાદકોએ કોવિડ-19ની વચ્ચે મહત્ત્વપૂર્ણ સંદેશ ફેલાવી રહ્યા છે. આમ તો દરેક વર્ષે ગુજરાતના રાખડીના ઉત્પાદકો રક્ષા બંધનના તહેવારમાં વિવિધ સંદેશની સાથે રાખડીઓ વેચે છે, પણ આ વર્ષે આ ઉત્પાદકો કોવિડ-19 રોગચાળાની સામે સાવધાની રાખવાનો સંદેશ ફેલાવી રહ્યા છે.

કોરોના વાઇરસ સામે સુરક્ષિત રહેવાનો સંદેશ

રાખડીના એક વેપારી મોહમ્મદ ઇકબાલે કહ્યું હતું કે અને આ વાઇરસથી સુરક્ષિત રહેવા માટે જાગરૂકતા ફેલાવવા ઇચ્છીએ છીએ. રક્ષા બંધનનો તહેવાર ભાઈ અને બહેનની વચ્ચે પ્રેમ અને સ્નેહને દર્શાવે છે. દર વર્ષે અમે અલગ-અલગ ડિઝાઇનોની રાખડી બનાવીએ છીએ. આ વર્ષે અમે રાખડીના પેકેટ પર કોવિડ-19ની થીમ રાખી છે. દર વર્ષની જેમ લોકો આ વર્ષે પણ રક્ષાબંધનની ઉજવણી ચોક્કસ કરશે. એક બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે, પણ આ પેકેટો પર અમે કોવિડ-19ના સમયે માસ્ક મહેરવાની, સામાજિક અંતર રાખવા અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનો આગ્રહ કરીએ છીએ, જેથી કોરોનાનો ફેલાવો ઓછો થાય, એમ તેમણે ઉમેર્યું હતું.

ચીની વસ્તુઓ (રાખડી)ઓની ખરીદી બંધ કરવી જોઈએ

સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, એ જોતાં લોકોએ ચીની વસ્તુઓ (રાખડી)ઓની ખરીદી બંધ કરવી જોઈએ. લોકોને સ્થાનિક સ્તરે બનાવવામાં આવેલી રાખડીઓની ખરીદી માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. રાખડી બાંધતાં સમયે લોકોએ આત્મનિર્ભર બનવું જોઈએ, જેથી કેટલીય મહિલાઓ અને ગરીબ લોકોને રોજગાર મળે.

તેમણે કહ્યું હતું કે આ વખતે કોવિડ-19ની સામે જાગરૂકતા સંદેશની સાથે ઉત્કૃષ્ટ રાખડીઓ બનાવી છે. વેપારી જગદીશે કહ્યું હતું કે રાખડીના પેકેટ પર મેં ભાઈ અને બહેન –બંને માટે રોગચાળાને લીધે ઘરમાં રહેવાનો સંદેશ આપ્યો છે. રક્ષા બંધનનો તહેવાર ત્રીજી ઓગસ્ટે છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular