Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratસ્માર્ટ મીટરની પ્રિ-પેઇડ યોજના મરજિયાત કરાઇ

સ્માર્ટ મીટરની પ્રિ-પેઇડ યોજના મરજિયાત કરાઇ

સુરત: DGVCL દ્વાર હવે સ્માર્ટ મીટરની પ્રિ-પ્રેઈડ રિચાર્ડ સિસ્ટમ મરજિયાત કરી દેવાઈની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મીટરની નવી અરજી અને સોલાર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં વીજ કંપનીએ 48 હજારથી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા છે. સ્માર્ટ મીટરમાં પ્રિ-પેઈડ રિચાર્જ સિસ્ટમને કારણે ગ્રાહકોમાં તેનો વિરોધ કરાયો હતો, જેને લઈને હાલ પુરતી આ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે.

સ્માર્ટ મીટર લાગ્યા બાદ ગ્રાહકે પહેલાં રિચાર્જ કરવાનું હતું. ત્યાર બાદ વીજળીનો વપરાશ કરી શકે તેવી વ્યવસ્થા સ્માર્ટ મીટરમાં હતી, જેમાં સ્માર્ટ મીટરમાં બેલેન્સ પૂરું થયા પછી અમુક સમય વીજળીનો ઉપયોગ થયા બાદ ઓટોમેટીક કનેક્શન કપાઈ જતું હતું. જેથી લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. ત્યાં સુધીમાં કંપનીએ 12 હજાર સ્માર્ટ મીટરો લગાવી દીધા હતાં. વિરોધ વધતાં કામગીરી અટકાવી દેવાઈ હતી. ત્યાર બાદ હવે પ્રિપેઈડ રિચાર્જ સિસ્ટમ બંધ કરીને મીટરની નવી અરજીઓમાં સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યાં છે. હવે નવેમ્બર મહિનાના અંતમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ડીજીવીસીએલ દ્વારા ફરી સ્માર્ટ મીટર લગાવાવની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વીજ કંપની દ્વારા તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવી છે, જેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેમનાં બિલો જેટલાં યુનિટોનો ઉપયોગ થયો છે તેના આધારે જ બન્યાં છે, એટલે વધારે બિલ આવતા હોવાની વાત ખોટી થઈ છે. હવે નવા ઘર અને સોલાર પેનલવાળા ઘરોમાં સ્માર્ટ મીટર લગાવાવની શરૂઆત કરવામાં આવી છે, જેમાંથી એક પણ ગ્રાહક દ્વારા વધારે બિલ આવતું હોવાની ફરિયાદ કરાઈ નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular