Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratસુરતમાં રૂ. 40 લાખના MD ડ્રગ્સ સાથે સાતની ધરપકડ

સુરતમાં રૂ. 40 લાખના MD ડ્રગ્સ સાથે સાતની ધરપકડ

સુરતઃ પોલીસે મુંબઈથી સુરતમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલી મહિલા સહિત ત્રણ જણને રેલવે સ્ટેશન બહાર જ અટકાયત કરી હતી. રેલવે સ્ટેશન પાસેથી રાબિયા નામની મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 25 લાખની કિંમતનું 253 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ તમામની પૂછપરછ કરતાં પેડલરોનાં નામ સામે બહાર આવ્યા હતા. આ ઉપરાંત સુરત પોલીસે અન્ય પાંચ સ્થળે પણ દરોડા પાડ્યા હતા, ત્યાંથી પણ વધુ રૂ. 15 લાખ જેટલું ડ્રગ્સ પકડી પાડ્યુ હતું.

શહેર ક્રાઇમ બ્રાંચે મુંબઈથી સૂર્યનગરી એક્સપ્રેસમાં એક યુવક શફિક અને યુવતી રાબિયા સ્કૂલ બેગમાં રૂ. 25 લાખનું MD ડ્રગ્સ રેલવે સ્ટેશનથી જપ્ત કર્યું હતું.  ક્રાઇમ બ્રાન્ચે આ ડ્રગ્સ સપ્લાય કરાય એ પહેલાં જ સ્ટેશનની બહારથી જ બંનેને પકડી પાડ્યા હતાં. તેમની પાસેની બેગમાંથી કપડાની નીચે છુપાવેલું 253 ગ્રામ જેટલું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

પોલીસે બંનેની પૂછપરછને આધારે પોલીસે અન્ય પાંચ સ્થળે દરોડા પાડ્યા હતા. અઠવા પોલોસ સ્ટેશનમાં બે, પાલ પોલીસ સ્ટેશનમાં એક અને રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધ્યો હતો. અત્યાર સુધી સાત આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે જે અન્ય પાંચ જગ્યાએ દરોડા પાડ્યા હતા, તેમાં પકડાયેલા આરોપીઓમાં સરફરાજ ઉર્ફે સલમાનની તપાસમાં 28.79 ગ્રામ MD ડ્રગ્સ અને 1.93 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. વોન્ટેડ આરોપી ફૈસલ શેખની તપાસ કરતાં યાસીન બાબુલ મુલ્લા પણ મળી આવ્યો હતો. આમ પાંચ દરોડામાંથી કુલ 354.65 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular