Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratદિવાળીમાં સાયન્સ સિટી મુલાકાતીઓ માટે પ્રતિ દિન ખુલ્લી રહેશે

દિવાળીમાં સાયન્સ સિટી મુલાકાતીઓ માટે પ્રતિ દિન ખુલ્લી રહેશે

અમદાવાદઃ સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી મનોરંજન સાથે વિજ્ઞાનલક્ષી શિક્ષણ મેળવવાનું ઉત્તમ સ્થળ છે. વિશ્વની સૌથી શ્રેષ્ઠ અને વિશાળમાંના એક એવા સાયન્સ સિટીમાં મુલાકાતીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.

ખાસ કરીને રજાના દિવસોમાં અહીં મુલાકાતીઓનો ધસારો વધુ રહેતો હોય છે. સામાન્ય દિવસોમાં સાપ્તાહિક જાળવણી માટે દર સપ્તાહે સોમવારે એક દિવસ માટે મુલાકાતીઓ માટે સાયન્સ સિટી બંધ રાખવામાં આવે છે.

જોકે આ વખતે 13 નવેમ્બરે સોમવારે દિવાળીના તહેવારને લઈને સાયન્સ સિટી મુલાકાતીઓ માટે ખુલ્લી રાખવામાં આવશે, જેથી તેઓ રજામાં પણ મનોરંજન સાથે વિજ્ઞાનને માણી શકે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular