Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsGujaratશાંતિ બિઝનેસના વિદ્યાર્થીઓ દ્વારા SBS પ્રીમિયર લીગ યોજાઈ

શાંતિ બિઝનેસના વિદ્યાર્થીઓ દ્વારા SBS પ્રીમિયર લીગ યોજાઈ

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS) દ્વારા કોલેજ કક્ષાએ ક્રિકેટને પ્રોત્સાહન આપવા અને સ્ટુડન્ટ મેનેજર્સને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ શીખવાની તક પૂરી પાડવા માટે SBS પ્રીમિયર લીગનું (SPL) આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં નોર્ધન નાઇટ્સ, સધર્ન સ્લેયર્સ, વેસ્ટર્ન વોરિયર્સ અને ઈસ્ટર્ન ઈગલ્સ નામની ચાર ટીમો હતી. ટીમોની રચના હરાજી પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી, જેમાં સ્ટુડન્ટ્સ મેનેજર્સે ટીમના માલિક, ટીમ મેનેજર, ટીમ સ્ટાફ વગેરેની વિવિધ ભૂમિકાઓ ભજવી હતી.

ટીમોએ પ્લેઓફમાં રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં સ્પર્ધા કરી હતી, આ લીગમાં ટોચની બે ટીમોએ ફાઇનલ રમી હતી. પ્રફુલ્લ પાંડેની આગેવાની હેઠળના સધર્ન સ્લેયર્સ ટુર્નામેન્ટના વિજેતા તરીકે ઊભરી આવ્યા હતા, જ્યારે સિંધોરુ ભાસ્કરની આગેવાની હેઠળના ઈસ્ટર્ન ઈગલ્સ રનર-અપ રહ્યા હતા.પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને ઓરેન્જ કેપ પ્રફુલ્લ પાંડેને એનાયત કરવામાં આવી હતી, જ્યારે પર્પલ કેપના વિજેતા  અભિનવ સિંહ દયાલ જાહેર થયા હતા.

આ પ્રસંગે SBSના ડિરેક્ટર ડો. નેહા શર્માએ જણાવ્યું હતું કે પ્રીમિયર લીગનું આયોજન કરવા બદલ અમને આનંદ છે.  આ રમતમાં લાગણીઓ, ઉતાર-ચઢાવ, રોમાંચ અનુભવવા મળે છે તેમ જ મેનેજમેન્ટ સ્કિલની પણ કસોટી થાય છે. SBS પ્રીમિયર લીગમાં શાંતિ બિઝનેસ સ્કૂલના સ્ટુડન્ટ્સ મેસેજર્સે માત્ર રમતમાં જ નહીં, પરંતુ રમતના સંચાલનમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular