Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratકોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા રોહન ગુપ્તા

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા રોહન ગુપ્તા

અમદાવાદઃ હાલમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસે તેમને અમદાવાદ-પૂર્વ બેઠક પરથી લોકસભાની ટિકિટ પણ આપી હતી. જોકે પહેલાં તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા  સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.

રોહન ગુપ્તા AICCના IT સેલના ચેરમેન રહી ચૂક્યા છે. ગુપ્તા પર કોંગ્રેસે અનેક આરોપ લગાવ્યા હતા. આ પહેલાં કોંગ્રસ નેતા હેમાંગ રાવલે રોહન ગુપ્તા પર પક્ષવિરોધી પ્રવૃતિનો આરોપ લગાવ્યો હતો આ ઉપરાંત રોહન ગુપ્તા પહેલાંથી ભાજપના સંપર્કમાં હોવાના આરોપ તેઓ લગાવી ચૂક્યા છે. ગુપ્તા હાલ દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યલયમાં પહોંચ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની હાજરીમાં રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા હતા. રોહન ગુપ્તા સાથે અન્ય ત્રણ નેતા પણ કેસરિયાં કરે એવી વકી છે. રોહન ગુપ્તાના પિતા પણ કોંગ્રેસના નેતા હતા અને બાદ તેમણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ કોંગ્રેસે અમદાવાદ-પૂર્વ બેઠક પર ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું હતું. જોકે બાદમાં રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. પોતાના પિતાની નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણીનું મેદાન છોડ્યું હોવાનું કારણ આગળ ધર્યુ હતુ. હવે આજે તેમણે દિલ્હીમાં ભાજપની એક પત્રકાર પરિષદ દરમિયાન ભાજપનો ખેસ પહેર્યો હતો.

ગુપ્તાએ કોંગ્રેસ પર અનેક આક્ષેપ લગાવ્યા હતા. રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે હું દેશ માટે કંઇક કરવાની ભાવના સાથે ભાજપમાં જોડાયો છું. વર્ષોથી જે પાર્ટીમાં રહ્યા હોય તે પાર્ટી કોઇ નેતા લાલચથી ન છોડે.તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ રાષ્ટ્રવાદ અને સનાતન ધર્મથી વિમુખ થઈ ગઈ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular