Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsGujaratપ્રવાસીઓને તકલીફ ના પડે એ માટે રેલવે-સ્ટેશન પર બસોનો ખડકલો

પ્રવાસીઓને તકલીફ ના પડે એ માટે રેલવે-સ્ટેશન પર બસોનો ખડકલો

અમદાવાદઃ શહેરમાં શુક્રવાર રાત્રે સંચારબંધી લાદી દીધા બાદ રેલવે દ્વારા અમદાવાદ આવતા મુસાફરોને મુકામ સુધી પહોંચવામાં તકલીફ ના પડે એ માટે એએમટીએસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારથી જ કાલુપુર રેલવે સ્ટેશન બહાર મોટી સંખ્યામાં જુદા-જુદા ડેપોની એએમટીએસ બસો મોટી સંખ્યામાં મૂકી દેવામાં આવી હતી. રેલવે દ્વારા આવનારા જે મુસાફરો સ્ટેશન પર ઊતરે એ મુસાફરોને કતારોમાં ઊભા રાખવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા સતત એનાઉન્સમેન્ટ કરી વિસ્તાર પ્રમાણેની બસોમાં પ્રવાસીઓને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના રોગચાળા દરમિયાન લોકડાઉન વેળાએ નાગરિકોને પડેલી તકલીફોનું પુનરાવર્તન ના થાય એ માટે મોટી સંખ્યામાં બસો સ્ટેશનો પર મૂકી દેવામાં આવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular