Sunday, May 25, 2025
Google search engine
HomeNewsGujaratવિકસિત ભારતનો રસ્તો પસાર થાય છે ગુજરાતમાંથીઃ અમિત શાહ

વિકસિત ભારતનો રસ્તો પસાર થાય છે ગુજરાતમાંથીઃ અમિત શાહ

ગાંધીનગરઃ ગુજરાતઓ વેપાર માટે મશહૂર છે, પણ ગુજરાતના મંચ પરથી મનોજ સિંહા જમ્મુ-કાશ્મીર માટે મૂડીરોકાણ લઈ ગયા છે. ગુજરાતીઓને મારી ઉત્તરમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં મૂડીરોકાણ કરવાની વિનંતી છે. આપણે ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરી શકીએ છીએ, કેમ કે આપણા દેશનું હવામાન એ પ્રકકારનું છે, જે 2040 સુધીમાં 40 મિલિયન ડોલર પહોંચવાનો અંદાજ છે, એમ  વાઇબ્રન્ટ ગુજરાતના સમાપન પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. આ પ્રસંગે શાહે જણાવ્યું હતું કે હવે અમૃતકાળના સંકલ્પને પૂર્ણ કરવાની તક છે. ગુજરાત એ દેશનું મૂડીરોકાણ માટેનું સૌપ્રથમ સ્થળ છે. PM મોદીએ દેશને નવી દિશા આપી છે.

આ વખતની વાઇબ્રન્ટ સમિટમાં મૂડીરોકાણ વધ્યું છે. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટું અર્થતંત્ર બનશે. MSMEને નવી ગતિ મળી છે. વિકસિત ભારતનો રસ્તો ગુજરાતથી પસાર થઈ રહ્યો છે. ગિફ્ટ સિટીની કલ્પના વાસ્તવિકતા બની ધરતી પર ઊતરી છે. વર્ષ 2047 પહેલાં જ વિકસિત ભારતનું સપનું સાકાર કરવાનું છે. ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું અર્થતંત્ર બની જશે.

તેમણે જણાવ્યું હતું કે અમૃત કાર્ડની સૌથી પહેલી વાઇબ્રન્ટ ગુજરાતના સમારોહમાં ભાગીદાર થવા માટે સૌભાગ્યની વાત ગણાવી હતી. તેમણે કહ્યું કે હું પહેલી વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ હતો અને 10મીમાં પણ ઉપસ્થિત છું. આ 20 વર્ષમાં ગુજરાતના માધ્યમથી દેશના વિકાસનો પાયો નખાયો છે. વાઇબ્રન્ટ ગુજરાતના લક્ષને મોદીજીએ દિશા આપી છે.આ ઉપરાંત અમિત શાહે વાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજન માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે ગુજરાત ભવિષ્યનું વિચારીને આગળ વધી રહ્યું છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular