Sunday, June 29, 2025
Google search engine
HomeNewsGujaratસરથાણા નેચર પાર્કમાં રિદ્ધિ રીંછે નવજાત બચ્ચાને જન્મ આપ્યો

સરથાણા નેચર પાર્કમાં રિદ્ધિ રીંછે નવજાત બચ્ચાને જન્મ આપ્યો

સુરત: મહાનગર પાલિકાના સરથાણામાં આવેલ પ્રાણી સંગ્રહાલયથી આજે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજે માદા રીંછ દ્વારા તંદુરસ્ત બચ્ચાને જન્મ આપતાં પ્રાણી સંગ્રહાલયમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. બાળ રીંછ અને માદા રીંછની માવજત અને તકેદારી રાખવા માટે નેચર પાર્કનો સ્મોટાફ સતત મોનીટરિંગ કરી રહ્યો છે. હાલમાં માદા રીંછ અને તેના બાળકની સવિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

સુરતના સરથાણાના નેચર પાર્કમાં 2018 માદા રીંછનો જન્મ થયો હતો, જેનું નામ રિદ્ધિ રાખવામાં આવ્યું હતું. આ માદા રીંછ રિદ્ધિએ આજે બચ્ચાને જન્મ આપ્યો હતો. હાલમાં નેચર પાર્કના તબીબ અને સ્ટાફ દ્વારા હાલમાં બાળ રીંછ અને રિદ્ધિની સવિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે અને તેના માટે પાંજરામાં આવેલ નાઈટ શેલ્ટર રૂમમાં સીસીટીવીના આધારે બંનેનું મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. નેચર પાર્કના તબીબના જણાવ્યા મુજબ હાલમાં નવજાત રીંછ તંદુરસ્ત જણાઈ રહ્યું છે અને રિદ્ધિની પણ પુરતી કાળજી લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં નેચર પાર્કમાં ત્રણ માદા રીંછ અને એક નર રીંછ વસવાટ કરી રહ્યા છે અને હવે વધુ એક નર બાળકનો જન્મ થતાં આ સંખ્યા વધીને પાંચ થવા પામી છે. બાળ રીંછ અને રિદ્ધિની સવિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. પાંજરામાં આવેલ નાઈટ શેલ્ટર રૂમમાં CCTV મુકાયા છે.  CCTV આધારે બંનેનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. નવજાત રીંછ તંદુરસ્ત જણાઈ રહ્યું છે. રિદ્ધિની પણ પુરતી કાળજી રખાઈ રહી છે. હાલ નેચર પાર્કમાં ત્રણ માદા રીંછ છે. એક નર રીંછ વસવાટ કરી રહ્યા છે હવે વધુ એક નર બાળકનો જન્મ થયો છે. રીંછની સંખ્યા વધીને પાંચ થવા પામી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular