Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujarat19મી વાર્ષિક મોટિફ TTEC ચેરિટી વોક-2021 યોજાઈ

19મી વાર્ષિક મોટિફ TTEC ચેરિટી વોક-2021 યોજાઈ

અમદાવાદઃ શહેરમાં 19મી વાર્ષિક મોટિફ TTEC ચેરિટી વોક-2021નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેરિટી વોક થકી ત્રણ NGO માટે રૂ. 77.35 લાખ (1.07 લાખ ડોલર) ઊભા કરવામાં આવ્યા હતા. આ નાણાં સામાજિક કાર્યોમાં વાપરવામાં આવશે. આ ચેરિટી વોકમાં વિવિધ વય-જૂથના 6970 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, દેશના વિવિધ શહેરોમાંથી અને વિશ્વભરમાંથી અનેક લોકો આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. કોરોના રોગચાળો સ્પર્ધકોના આત્મવિશ્વાસને ડગમગાવી નહોતો શક્યો. TTECના સ્વયંસેવકોએ ટેક્નોલોજીના માધ્યમથી આ ઇવેન્ટમાં વિશ્વ સ્તરે બધાને સાંકળ્યા હતા, જોકે આ સ્પર્ધકો સામાજિક રીતે દૂર હતા, પણ લાગણીથી એકમેક સાથે જોડાયેલા હતા.

આ ચેરિટી વોકમાં સ્પર્ધકોએ અમેરિકામાં ઝીરો તાપમાનમાં વોક કર્યું હતું તો બેંગલુરુમાં ભારે વરસાદમાં પણ વોક કર્યું હતું ફિલ્પિન્સમાં રિઝાલ પર્વતોમાં ટ્રેક કર્યું હતું, જ્યારે અમદાવાદમાં વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહ સાથે  (આરામથી વોક કર્યું હતું. આમાં 12 વર્ષના મેરેથોન દોડવીરે 10 કિમીની દોડ પૂરી કરી હતી.

આ ઇવેન્ટ લોકોમાં અને કંપનીઓમાં આરોગ્યની જાગરુકતા વધારવા માટે યોજવામાં આવી હતી.

19મી વાર્ષિક ચેરિટી વોકની લાભાર્થી ત્રણ એનજીઓ સંસ્થા આધાર ચેરિટબલ ટ્રસ્ટ, ગ્રામ સ્વરાજ સંઘ અને યોગાંજલિ કેળવણી મંડળ હતી, જે શિક્ષણ, આરોગ્ય, લોકોના સશક્તીકરણ, ગામડાનાં ઉત્થાન, પર્યાવરણની જાળવણી , કુદરતી આફતો અને રાહત પ્રવૃત્તિઓ ક્ષેત્રે કામગીરી કરે છે.

મોટિફ TTEC ચેરિટી વોકને 35 કંપનીઓએ ત્રણ એનજીઓ માટે રૂ. 77.35 લાખ (1.07 લાખ ડોલર) એકત્ર કર્યા હતા.  તમામ સ્પોન્સરશિપના ચેક એનજીઓને નામે લખાતા હતા. આ સાથે 85,000 કરતાં વધુ વોકર્સ અને 271 સ્પોન્સર્સે આ ઇવેન્ટને ટેકો આપ્યો હતો. TTECના ભારતના વાઇસ પ્રેસિડન્ટ અને જનરલ મેનેજર કૌશલ મહેતાએ કહ્યું હતું કે કોરોના રોગચાળા છતાં ચેરિટી વોકને સારોએવો પ્રતિસાદ મળ્યો હતો, 6970 સ્પર્ધકોની નોંધણી સાથે આ વખતનું કલેક્શન ગયા વર્ષની સમકક્ષ હતું. તેમણે પ્રાયોજકો, સ્પર્ધકો અને શુભેચ્છકોનો અને મિડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular