Sunday, July 13, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે 21,114 પોસ્ટ પર વિશેષ ભરતીની જાહેરાત

ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે 21,114 પોસ્ટ પર વિશેષ ભરતીની જાહેરાત

ગુજરાતની દિવ્યાંગ ઉમેદવારોને માટે સરકારે મહત્વની જાહેર કરી છે. તંત્ર વિવિધ સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતી કરવાની જાહેરાત કરી છે. સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21,114 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ અંગે રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતીને લઈને રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું છે. જેમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21,114 જગ્યા પર ભરતી કરવા જણાવવામાં આવ્યું છે. દિવ્યાંગો માટે 31મી ડિસેમ્બર સુધીમાં કુલ 27 વિભાગોને ભરતી પ્રક્રિયા શરૂ કરાશે. આ વિશેષ ભરતી ડ્રાઈવ ઉપરાંત રેગ્યુલર રિક્રુટમેન્ટ પ્રોસેસ પણ તબક્કાવાર હાથ ધરાશે. ઓગસ્ટ 2025 સુધીમાં લેખિત પરીક્ષા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવા પ્રયાસ કરાશે. આ અંગે એડવોકેટ જનરલે કોર્ટ પાસે બે વર્ષનો સમય માંગ્યો છે. આ મામલે કોર્ટે આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular