Sunday, July 13, 2025
Google search engine
HomeNewsGujaratगुजरात में का बा'ના જવાબમાં રવિ કિશનનું 'गुजरात मा मोदी छे'નું રૅપ...

गुजरात में का बा’ના જવાબમાં રવિ કિશનનું ‘गुजरात मा मोदी छे’નું રૅપ સોંગ

ગોરખપુરઃ ભાજપના સાસંદ અને અભિનેતા રવિ કિશને ચુજરાત ચૂંટણી માટે ભાજપના પ્રચારના ક્રમમાં ગુજરાતી અને ભોજપુરના મેઇલનું એક રૅપ સોંગ બનાવ્યું છે. તેઓ એને ટૂંક સમયમાં રિલીઝ કરવાના છે. આ ગીત દ્વારા તેમણે વિરોધ પક્ષોના એ સવાલોના જવાબ આપ્યા છે, જેમાં તેઓ લોકો ‘ગુજરાતમાં શું છે’ કહીને ભાજપ સરકારને ઘેરે છે.

નેહા સિંહ બિહારની ચર્ચિત લોકગાયિકા છે. ‘બિહારમાં કા બા’ ગીતથી લોકપ્રિયતા મેળવનાર લોકગાયિકા નેહા સિંહ રાઠોડે હવે નવા ગીતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું છે. જેના જવાબમાં રવિ કિશને ‘ગુજરાત મા મોદી’નું રૅપ સોંગ બનાવ્યું છે.

નેહા સિંહે તેના ગીતમાં મોરબી પૂલ દુર્ઘટનાનો ઉલ્લેખ કરતાં મોદી સરકાર પર હુમલો કરતાં ગાયું છે ‘लोग मरत बा डूब डूब के साहिब की सभवा जारी बा, गलती सब मरने वालों की ई प्रोपगैंडा जारी बा, गुजरात में का बा? સોશિયલ મિડિયા પર નેહાનું આ નવું ગીત વાઇરલ થઈ રહ્યું છે.

આ ગીતમાં રવિ કિશન પોતાના અંદાજમાં જણાવે છે કે ‘ગુજરાત માં મોદી’ છે. સંપૂર્ણ ગીત એની આસપાસ છે. એ ગીતમાં મોદીની ઇમાનદારી, ભ્રષ્ટાચાર-પરિવારવાદની સામે તેમની નીતિની સાથે ગુજરાતના વિકાસ, ગાંધી, સરદાર પટેલની વિરાસત, સોમનાથ અને દ્વારકા વગેરેનો ઉલ્લેખ છે. રવિ કિશન આ પહેલાં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભોજપૂરી રૅપ સોંગ ‘યુપીમાં સબ બા’ ગાઈને લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular