Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujarat17 ફેબ્રુઆરીનો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ રદ

17 ફેબ્રુઆરીનો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ રદ

અમદાવાદઃ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે 17 તારીખે આવવાના હતા. અહીંયા માઈગ્રેટ પક્ષીઓ અને સમુદ્રી જીવો કે જે લુપ્ત થતા જાય છે, તેની જાળવણી અંગેની એક વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરવાના હતા. પરંતુ હવે વડાપ્રધાન મોદીનો 17 તારીખનો આ કાર્યક્રમ રદ્દ થયો છે. વડાપ્રધાન હવે આ પરિષદને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આગામી 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 તારીખે ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી બે મહાસત્તાના બે લીડરો રોડ શો કરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular