Monday, July 14, 2025
Google search engine
HomeNewsGujaratકોવિડ-19ના વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણઃCM

કોવિડ-19ના વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણઃCM

ગાંધીનગરઃ રાજ્યમાં કોવિડ-19ના વેક્સિનની તૈયારીઓ વિશે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાત કોવિડ-19 કોરોના સામેના વેક્સિનેશન અંગે સંપૂર્ણ સજ્જ છે. તેમણે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે હવે ટૂંક સમયમાં જ આ મેઇડ ઇન ઇન્ડિયા વેક્સિનન આવી જવાની છે અને રસીકરણ પણ શરૂ થવાનું છે.

ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. કોલ્ડચેઇન બની ગયાં છે, આ સર્વેક્ષણ કામગીરી થઈ ગઈ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ કર્મચારીઓને આપવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તરત જ ગુજરાતમાં પણ વેક્સિનેશન કામગીરી રાજ્ય સરકાર શરૂ કરી દેવા સુસજ્જ છે. તેમણે વનબંધુ વિસ્તાર આહવા ડાંગમાં પાણી પુરવઠાની યોજનાઓના ભૂમિપૂજન-ખાતમુર્હૂત અવસરે સંબોધન કરતાં આ માહિતી આપી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular