Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતાઃ ઠંડી વધવાની આગાહી

રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતાઃ ઠંડી વધવાની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં  ફરી એક વાર ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગે આગાહી  કરી છે કે આગામી બે દિવસ ઠંડીમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. જોકે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે.

રાજ્યમાં હજુ પણ ઠંડીનો માહોલ છે વળી, આગામી દિવસોમાં ફરી એક વાર ઠંડી અનુભવાશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઉત્તર ગુજરાત- બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સમી હારીજ અને સિદ્ધપુરમાં લઘુતમ તાપમાન આઠ ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. આ સિવાય રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે.

હવામાન વૈજ્ઞાનિક મનોરમાં મોહંતીના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર વધશે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર અને પંચમહાલમાં પણ ઠંડીની અસર વરતાશે. ઠંડીની સાથે ધુમ્મસવાળું વાતાવરણ રહેવાની પણ સંભાવના છે. ફેબ્રુઆરીના મધ્યમાં વાતાવરણમાં પલટો આવતા ઠંડીની સાથે વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક હવામાન વિભાગે પણ આગામી 48 કલાકમાં રાજ્યના તાપમાનમાં ત્રણ-પાંચ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  પાંચ ફેબ્રુઆરી પછી રાજ્યના વાતાવરણમાં પલટો આવતાં તાપમાન વધશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular