Wednesday, July 30, 2025
Google search engine
HomeNewsGujaratજળમગ્ન વડોદરા પર રાજકારણ ગરમાયું, કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

જળમગ્ન વડોદરા પર રાજકારણ ગરમાયું, કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

ગુજરાત પરથી આકાશી આફતનું સંકટ તો ટળી ગયું, પરંતુ મેઘરાજાએ વડોદરામાં જે વિનાશ વેર્યો છે. તેને લઈ હવે રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ છે. વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ ભાજપ હાય,હાયના નારા લગાવ્યા હતા. આ દરમિયાન આવેદનપત્ર આપવા આવેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પાંચ જણને આવેદન આપવાનું કહેતાં કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસમાં ઘૂસી ગયા હતા. પોલીસ સાથે કોંગ્રેસપ્રમુખ અને કાર્યક્રતાનું ઘર્ષણ થયું.

વડોદરા શહેર હવે પૂરની પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યું છે. ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો વિવિધ વિસ્તારોમાં જઇ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ વિરોધ વચ્ચે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને આજે 31 ઓગસ્ટના કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પૂર પીડિતોને વળતર આપવા અંગેની માગ કરી હતી. ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

શહેર કોંગ્રેસપ્રમુખ ઋત્વિજ જોષી કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી, ગૃહમંત્રી આવે તો અમને પોલીસ પકડી જાય છે. અમારો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે. 2500 રૂપિયા આપી વડોદરાની પ્રજાને ભીખ આપો છો. તમામ થયેલાં નુકસાનનું યોગ્ય વળતર આપો. લાઈટ બિલ અને 1 વર્ષનો વેરો પ્રજાનો માફ કરો. આ પ્રજાના ટેક્સના રૂપિયા છે. અમે આંદોલન કરીશું. મોલ, હોટલો, ભાજપના બંગલા તોડાવો.વિશ્વામિત્રી દબાણ મુદ્દે ઉગ્ર રજૂઆત કરતાં તેમણે કહ્યું હતું કે અગોરા મોલ આખો દબાણમાં છે. ભૂખી કાંસ પર પણ દબાણો કર્યાં. હવે તો વડોદરાની પ્રજાને ખબર પડી ગઈ કે ક્યાં ક્યાં દબાણ થયાં. લોકોના ઘરમાં એક એક માળ સુધી પાણી ઘૂસી ગયાં. ફોટો સેશન કરતા ગૃહમંત્રી અને નિદ્રામાં સૂતેલા મુખ્યમંત્રીને આવેદન મોકલજો. કાગળ સમજીને ફેંકી ના દેતા. વિનોદ રાવે આખું વડોદરા શહેર વેચી માર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular