Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratચૈતર વસાવા વિરુદ્ધ ફરી પોલીસ ફરિયાદ, અંકલેશ્વર GIDC બ્લાસ્ટ મામલે આક્ષેપ

ચૈતર વસાવા વિરુદ્ધ ફરી પોલીસ ફરિયાદ, અંકલેશ્વર GIDC બ્લાસ્ટ મામલે આક્ષેપ

અંકલેશ્વર: ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત વિવાદના વંટોળમાં આવ્યા છે. અંકલેશ્વર GIDC પોલીસ મથકે aapના MLA  વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. વાત એમ છે કે થોડા દિવસ અગાઉ ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. આ ઘટનામાં બાદ ચૈતર વસાવા અને તેઓના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા. જેમાં તેઓએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની ડેટોકસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા. આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માગ કરી હતી. આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવ્યું છે. ત્યારે આ મામલે GIDC પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular