Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratPMની ગુજરાત મુલાકાતઃ એરપોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ  

PMની ગુજરાત મુલાકાતઃ એરપોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ  

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે રાજ્યને અનેક વિકાસલક્ષા પ્રોજેક્ટનું લોકાર્પણ તેમને હસ્તે થશે. વડા પ્રધાનને હસ્તે કુલ રૂ. 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું સૌરાષ્ટ્રમાં લોકાર્પણ થશે. તેઓ રાજકોટમાં ગ્રીનફીલ્ડ એરપોર્ટ લોકાર્પણ કરશે તેમ જ સૌરાષ્ટ્રવાસીઓ માટે સૌની યોજના લિન્ક-3ના પેકેજ 8 -9નું ઉદઘાટન કરશે. આ બંને પેકેજના ઉદઘાટનથી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાનાં 95 ગામના એક લાખથી વધુ લોકોને પીવાના પાણીનો લાભ મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બપોરે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરી રાજકોટમાં રેસકોર્સમાં જનસભામાં પધારશે. રેસકોર્સથી તેઓ રૂ. 394 કરોડને ખર્ચે સૌની યોજનાની લિન્ક 3ના પેકેજ પેકેજ 8-9, તેમ જ રાજકોટમાં રૂ. 129.53 કરોડને ખર્ચે કે.કે.વી. ચોક પર બનાવાયેલા સૌરાષ્ટ્રના સૌપ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું રિમોટ કંટ્રોલથી ઈ-લોકાર્પણ કરશે.

આ ઉપરાંત તેઓ રૂપિયા 100 કરોડ વિવિધ પ્રોજેક્ટોનું રિમોટથી લોકાર્પણ કરશે. જેમાં રાજકોટના વોર્ડ નંબર-18માં, અમૃત-1 યોજના અંતર્ગત, કોઠારિયામાં 15 એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂપિયા 24.72 કરોડના ખર્ચે નિર્માણ, વોર્ડ નંબર-6માં ગોવિંદ બાગ પાસે રૂ. 8.39 કરોડના ખર્ચે લાઇબ્રેરીનું નિર્માણ જેનું 1596 ચોરસ મીટર જેવી વિશાળ જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ત્રણ માળની લાઈબ્રેરીનું બાંધકામનો સમાવેશ થાય છે.

રાજ્યના બે દિવસના પ્રવાસ દરમ્યાન વડા પ્રધાન મંત્રી મંડળ સાથે બેઠક યોજશે. આ સાથે તેઓ આવતી કાલે સાંસદો, મુખ્ય પ્રધાન, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે લંચ લેશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular