Thursday, July 17, 2025
Google search engine
HomeNewsGujaratPM મોદીનાં માતુશ્રી હીરાબાએ બાળકો સાથે તિરંગો લહેરાવ્યો

PM મોદીનાં માતુશ્રી હીરાબાએ બાળકો સાથે તિરંગો લહેરાવ્યો

ગાંધીનગરઃ દેશના 75મા આઝાદીની અમૃત મહોત્સવ પર ‘હર ઘર તિરંગા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન 13 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. દેશવાસીઓને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘર પર ત્રિરંગો ફરકાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગરના રાયસણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાએ ૧૦૦ વર્ષની જૈફ વયે પણ પોતાના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું હતું અને બાળકો સાથે તેમણે પણ તિરંગો લહેરાવ્યો હતો.

હીરાબાએ પોતાના ઘરની નજીકમાં આવેલ ગુડાનાં મકાનોમાં રહેતાં મધ્યમવર્ગીય અને સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. દેશવાસીઓના દિલમાં દેશભક્તિની લહેર લાવવા માટે મોદી સરકાર ‘હર ઘર તિરંગા’ અભિયાન ચલાવી રહી છે. 13થી 15 ઓગસ્ટ સુધી ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ પણ આનો એક ભાગ છે.

હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગરના રાયસણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાએ પણ તિરંગો લહેરાવ્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular