Thursday, July 31, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ માટે સજ્જ થતી પાર્ટીઓ

રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ માટે સજ્જ થતી પાર્ટીઓ

અમદાવાદઃ રાજ્યમાં ભરશિયાળે રાજકીય ગરમાટો આવવાનો છે. ડિસેમ્બર સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગવા માંડ્યાં છે. રાજકીય પક્ષોએ ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરૂપે રોડ-શો, ચૂંટણી યાત્રાઓ, મતદાતા રજિસ્ટ્રેશન અને જાગરુકતા કેમ્પેનની ઝુંબેશ શરૂ કરી દીધી છે. રાજ્યમાં આમ તો ભાજપનો 1998થી સંપૂર્ણપણે દબદબો રહ્યો છે. ભાજપે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 49 ટકા મતો હાંસલ કર્યા હતા. જોકે ગઈ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને બરાબરની ટક્કર આપતાં 77 બેઠકો પર જીત મેળવી હતી. જોકે કોંગ્રેસ પક્ષમાંનો આંતરિક કલહને કારણે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપપ્રવેશ કરતાં પક્ષ પાસે હાલ 64 બેઠકો છે. જેથી ભાજપની બેઠકોમાં વધારો થયો હતો. જોકે આ વખતે આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવવાની છે. એટલે રાજ્યમાં ત્રિપાંખિયો ચૂંટણી જંગ બને એવી શક્યતા છે.

પંજાબમાં ભારે બહુમતી મેળવ્યા પછી કેજરીવાલની આમ આદમી પાર્ટીનો બહુ ઉત્સાહમાં છે. વળી આપ પાર્ટીને સુરત મનપામાં મળેલી સીટથી પાર્ટીના આત્મવિશ્વાસમાં વધારો થયો છે.

કોંગ્રેસે આ વખતે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સહિત સિનિયર નેતાઓને વિધાનસભાની ચૂંટણીની વ્યૂહરચના ઘડી કાઢવા માટે ઓબ્ઝર્વર તરીકે નીમ્યા છે. જ્યારે બીજી બાજુ, આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ મતદાતાઓને લલચાવવા માટે મફત વીજળીની ઓફરો આપે એવી શક્યતા છે.

હાલમાં જ વડા પ્રધાન અને કેજરીવાલ વચ્ચે મફતની રેવડી વિશે અને ‘રેવડી કલ્ચર’ વિશે નિવેદનબાજી થઈ હતી. પાર્ટી એના ગુજરાત મિશનના ભાગરૂપે સ્થાનિક નેતાઓને પક્ષમાં સામેલ કરવા અને નાના પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધનની તજવીજ કરી રહી છે.  આ ઉપરાંત પાર્ટી મફત વીજળી અને ભ્રષ્ટાચારમુક્તની ફોર્મ્યુલાનો મુદ્દો ઉવેખી રહી છે. આમ આ વખતે વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બને એવી શક્યતા છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular