Tuesday, September 9, 2025
Google search engine
HomeNewsGujaratકોંગ્રેસના પરેશ ધાનાણીએ અમરેલીમાં ઉમેદવારી નોંધાવી

કોંગ્રેસના પરેશ ધાનાણીએ અમરેલીમાં ઉમેદવારી નોંધાવી

અમરેલીઃ ૯૫ – અમરેલી વિધાનસભા બેઠકના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની સાથે અમરેલી ખાતે નામાંકન પત્ર ભર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા ૯૫ – અમરેલી વિધાનસભા બેઠક માટે પૂર્વ વિપક્ષી નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીની પસંદગી કરાતાં અમરેલી વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે.

પરેશ ધાનાણી આજે સવારે દેવોના દેવ મહાદેવજીના દર્શન કરીને આશીર્વાદ લઈને પોતાનું નામાંકન પત્ર ભરવા રવાના થયા હતા.

અમરેલી ખાતે આવેલ પટેલ વાડીમાં ખૂબ જ મોટી સંખ્યામાં એમના સમર્થકો પાર્ટીના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. ઉમેદવારી પત્રક ભર્યા બાદ ધાનાણીએ પોતાની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તે પ્રસંગે અમરેલી મતવિસ્તારના સામાજિક, ધાર્મિક આગેવાનો તેમજ ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

https://youtu.be/ONoBp5XVv9Q

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular