Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratસાબરમતીમાં પાર્સલ બ્લાસ્ટ, આંતરિક અદાવતને કારણે દ્વેષ કૃત્ય

સાબરમતીમાં પાર્સલ બ્લાસ્ટ, આંતરિક અદાવતને કારણે દ્વેષ કૃત્ય

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી એક વ્યક્તિના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતાં ચકચાર મચી જવા પામ્યો છે. સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર બળદેવભાઇ સુખડીયા ઘાયલ થયા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. આ ઘટનામાં ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર પાર્સલ રિસિવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતાં મોટો બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ડૉગ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. રૂપેન બારોટના છૂટાછેડા થયા હતા, તેની પત્ની બળદેવભાઈને ભાઈ માને છે. બળદેવભાઈ હાઈકોર્ટમાં નોકરી કરે છે તેથી રૂપેનને શંકા હતી કે બળદેવભાઈના કારણે તેમના છૂટાછેડા થયા છે તેની અદાવત રાખીને બદલો લેવા આ કૃત્ય કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આંતરીક મતભેદને કારણે પાર્સલ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. અને બ્લાસ્ટ કરવા માટે રિમોટનો ઉપયોગ કરાયાની પણ પોલીસને આશંકા છે. અગાઉ ભોગ બનનનાર બળદેવભાઈને ધમકી મળી હતી. આરોપીઓ ડી કેબિન – ગોદાવરી વિસ્તારના હોવાની બાતમી મળી છે. અન્ય આરોપીના નામ પોલીસને મળી ગયા છે જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular