Friday, July 4, 2025
Google search engine
HomeNewsGujaratચારુસેટ યૂનિવર્સિટીમાં ફ્રેન્ચ ભાષાના વર્કશોપનું આયોજન

ચારુસેટ યૂનિવર્સિટીમાં ફ્રેન્ચ ભાષાના વર્કશોપનું આયોજન

અમદાવાદઃ ચારૂસેટ સ્થિત ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજેમેન્ટ હેઠળ કાર્યરત ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુંમીનીટીસ અને સોશિયલ સાયન્સીસ દ્વારા કાર્યરત એકેડેમી ઓફ ઇંગ્લીશ, નેશનલ એન્ડ ફોરેન લેન્ગ્વેજીઝ દ્વારા યુનિવર્સિટીના અધ્યાપકો માટે ફ્રેન્ચ ભાષા પર ૧૫ દિવસીય ઓનલાઈન વર્કશોપ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. કોવીડ -19 મહામારીના કહેરને લીધે દેશભરમાં જાહેર થયેલ લોકડાઉનના સમયમાં પણ ચારૂસેટ યુનિવર્સિટી ખાતે ઓનલાઈન માધ્યમો દ્વારા શૈક્ષણિક કાર્ય અવિરત પણે ચાલી રહ્યું છે. યુનિવર્સિટી સલગ્ન ઈન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ “લોકડાઉન? ઓર લોગ ઇન એટ ચારૂસેટ!” ના નવતર પ્રયોગ હેઠળ છેલ્લા એક મહિનાથી ઓનલાઇન માધ્યમો દ્વારા અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવેલ છે. જેના ભાગરૂપે સંસ્થા દ્વારા લોકડાઉનના સમયગાળામાં પણ ચારૂસેટના અધ્યાપકોના સાર્વત્રીક વિકાસના ઉદેશ્ય સાથે ૩૦ કલાકના ફ્રેન્ચ ભાષાના કોર્સના વર્કશોપનું આયોજન માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપ હેઠળ ચારૂસેટની વિવિધ વિદ્યાશાખાઓ જેવી કે એન્જીનીયરીંગ, ફાર્મસી, કમ્યુટર એપ્લીકેશન્સ, મેનેજમેન્ટ સ્ટડીઝ, અપ્લાઈડ સાયન્સીસ, મેડીકલ સાયન્સીસના અધ્યાપકોએ ફ્રેન્ચ ભાષાના પાઠ શીખ્યા હતા. આ વર્કશોપમાં ફ્રેન્ચ ભાષાનું ગ્રામર, વોકેબલરી, ફોનેટીક, કમ્યુનીકેશન વગેરેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપ હેઠળ ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ પ્રેઝન્ટેશન, રોલ પ્લે, ડિસ્કશન, ગ્રુપ એક્ટીવીટી દ્વારા ટીચીંગ કર્યા બાદ  ઈવેલ્યુએશન કરી સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન અને સંસ્થાના પ્રિન્સીપાલ ડો. ગોવિંદ દવેએ જણાવ્યું હતું કે ચારૂસેટ ખાતે વિદ્યાર્થીઓને ચોઈસ બેઝ ક્રેડીટ સીસ્ટમ હેઠળ ફ્રેન્ચ ભાષાનો ક્રેડીટ કોર્સ ભણાવવામાં આવે છે. લોકડાઉનના સમયગાળામાં ચારૂસેટના અધ્યાપકો પણ ફ્રેન્ચ લેંગ્વેઝ શીખે અને કલ્ચર વિષે માહિતીગાર થઈ વ્યક્તિત્વ અને સાર્વત્રિક વિકાસ પામે એ હેતુ સાથે તેઓને આ કોર્સ ઓફર કરવામાં આવેલ હતો જેનો બહળો પ્રતિસાદ અને હકારાત્મક પરિણામ મળેલ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular