Friday, July 4, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાં 30મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ કાર્યક્રમનું આયોજન

રાજ્યમાં 30મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ કાર્યક્રમનું આયોજન

અમદાવાદ: ગુજરાતને ચોથી વખત નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની યજમાની કરવાનો લહાવો મળશે. ગલ્ફ દેશોની સાથે ભારતના તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના વિદ્યાર્થીઓ આ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક ઉત્સવ માટે સાયન્સ સિટીમાં એકસાથે આવી રહ્યા છે અને આ કાર્યક્રમમાં પોતાની વૈજ્ઞાનિક શોધને રજૂ કરશે.

નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC) દ્વારા 10થી 17 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ માટે ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારના શિક્ષણ માટેનો મુખ્ય કાર્યક્રમ ગુજરાત સાયન્સ સિટીમાં 27થી 31 જાન્યુઆરી, 2023એ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર દ્વારા સમર્થિત અને ઉત્પ્રેરિત છે અને ગુજરાત સાયન્સ સિટી અને SAL એજ્યુકેશન કેમ્પસ, અમદાવાદમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત છે. નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના ૩૦મા અધિવેશનની ફોકલ થીમ ‘Understanding Eco System For Health & Well Being’ એટલે કે ‘આરોગ્ય અને સુખાકારી માટે ઈકો સિસ્ટમની સમજણ’ રાખવામાં આવી છે.

આ થીમ પર વિવિધ રાજ્યોમાં જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓએ કમિટી સામે પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. આ દ્વારા પસંદગી પામેલી રાજ્ય કક્ષાની અને ગલ્ફ કન્ટ્રીઝની ટીમો આ પાંચ દિવસમાં પોતપોતાનાં રાજ્યોનું/દેશોનું પ્રતિનિધિત્વ કરશે અને પોતાના પ્રોજેક્ટ્સને રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરશે.

ગુજકોસ્ટ દ્વારા 27થી 31 જાન્યુઆરી, 2023માં આયોજિત આ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં વિવિધ રાજ્યોના 658 બાળ વૈજ્ઞાનિકો, 203 ગાઈડ શિક્ષકો અને 92 સંયોજકો ભાગ લેશે. આ કાર્યક્રમમાં 17 NAC સભ્યો, 70 જ્યુરી સભ્યો, 15 સંસાધન વ્યક્તિઓ, ભારત સરકારના અને ગુજરાત સરકારના અધિકારીઓ પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં 1400 થી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. તેમજ ગલ્ફ દેશોના 18 સ્પર્ધકો તેમના પ્રોજેક્ટ્સ રજૂ કરશે.

આ પાંચ દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના પ્રોજેક્ટની પ્રસ્તુતિઓ સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશેષ વાર્તાલાપ, ઇન્ટરેક્ટિવ સત્રો, ડ્રોન વર્કશોપ, સાયન્સ સિટીની વિવિધ વિષયોની ગેલેરીઓની મુલાકાત સહિતની અસંખ્ય પ્રવૃત્તિઓ યોજાશે. આ ઉપરાંત SAL Education Campusમાં પોસ્ટર પ્રેઝેન્ટેશન કાર્યક્રમ યોજાશે. આ સિવાય ક્લાઇમેટ ચેન્જ અંગેની જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાશે. આ કાર્યક્રમમાં હાઇબ્રિડ મોડમાં NCSC Alumni Meet યોજાશે. જેમાં અગાઉના Alumni મળીને NCSC અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરશે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular