Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratદરિયાપુરમાં બાલ્કની તૂટતાં એકનું મોત, 10થી વધુ લોકોને ઇજા

દરિયાપુરમાં બાલ્કની તૂટતાં એકનું મોત, 10થી વધુ લોકોને ઇજા

અમદાવાદઃ શહેરમાં જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થાય છે. એ દરિયાપુરનું એકદમ નજીક આવેલા  કડિયાનાકા વિસ્તારની એક જર્જરિત ઇમારતનો સ્લેબ તુટી પડ્યો હતો. રથયાત્રાની ભીડ અને માનવ મહેરામણથી ધમધમતા વિસ્તારમાં સ્લેબ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત અને 10થી વધુ લોકો  ઇજાગ્રસ્ત થયા હતા.

દરિયાપુરના કડિયાનાકા પાસે એક જર્જરિત ઇમારતની બાલ્કનીમાં રથયાત્રા આ લોકો ઊભા હતા, ત્યારે આ બાલ્કની તૂટવાની આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોમાં નાનાં બાળકો પણ હતાં. આ ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે તાત્કાલિક અસરથી શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. .રથયાત્રાના માર્ગ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે, આથી નીચે ભગવાન જગન્નાથનાં દર્શન કરવા ઊભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો, આથી પોલીસ સહિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ બાળક અને 10થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.

પોલીસે તમામ ઇજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જોકે રથયાત્રા વિના અવરોધે આગળ વધી રહી છે. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે.રથયાત્રા ચાલી રહી હતી એ દરમિયાન ટ્રકમાંથી લોકો પ્રસાદ આસપાસના લોકોમાં વહેંચી રહ્યા હતા. જોકે તેમને પણ પ્રસાદ આપવામાં આવ્યો હતો અને પ્રસાદ લેવા લોકો નીચે વળતાં બાલ્કની તૂટી પડી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular