Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં દોઢ કિલો ચરસ જપ્તઃ બેની ધરપકડ

ગુજરાતમાં દોઢ કિલો ચરસ જપ્તઃ બેની ધરપકડ

ભૂજઃ રાજ્યના કચ્છ જિલ્લામાં દોઢ કિલો ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે આ ચરસના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે અધિકારીએ કહ્યું હતું. કચ્છના માંડવી પોલીસ સ્ટેશનમાં પોલીસના દરોડા દરમ્યાન એક વ્યક્તિની ધરપકડ કરીને તેની પાસે નશીલા પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ચરસ સાથે ધરપકડ કરવામાં આવેલા આરોપીએ જણાવ્યું હતું કે તેણે નશાની આ ખેપ બાડા ગામમાં એક વ્યક્તિ પાસેથી ખરીદી હતી. ત્યાર બાદ તેણે જણાવેલા સરનામા પર વધુ એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે, માંડવી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે બંને આરોપીઓની પાસે દોઢ કિલો ચરસ જપ્ત કર્યો છે, જેની કિંમત રૂ. 1.57 લાખ અંદાજવામાં આવી છે. બંનેની સામે સંબંધિત કાયદા હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular