Saturday, May 24, 2025
Google search engine
HomeNewsGujaratNRI ગુજરાતીની અમેરિકામાં હત્યા

NRI ગુજરાતીની અમેરિકામાં હત્યા

જ્યોર્જિયાઃ અમેરિકામાં NRI ગુજરાતીની અશ્વેત યુવાને ગળું દબાવીને હત્યા કરી છે. નવસારીના રહેવાસી અને બિલિમોરાના નિવૃત્ત શિક્ષક રવીન્દ્રભાઈ વશીનાં દીકરા મેહુલભાઇ વશી (52)ની અમેરિકામાં હત્યા કરવામાં તેઓ પત્ની અને બે દીકરીઓ સાથે અમેરિકાના જ્યોર્જિયાના ઓગસ્ટા ઇવાન્સમાં રહે છે. મૃતક મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર હતા. આ મોટેલ એરપોર્ટની પાસે આવેલી છે. એનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું તે દરમિયાનમાં બોલાચાલી થઈ હતી.  તેમના પરિવારજનોમાં શોકની સાથે રોષ પણ વ્યાપ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોટેલમાં નશામાં ધૂત એક અશ્વેત વ્યક્તિ સાથે પહેલા મેહુલ વશીની બોલાચાલી થઈ હતી. જે બાદ તેણે મેહુલભાઇ પર હુમલો કરી હત્યા કરી દીધી હતી.

આ બાદ મેહુલભાઇ વશીની જગ્યાએ રાત્રિની ફરજ પર આવેલા કર્મચારીએ મેહુલને ફોન કરીને તેઓ ક્યાં છે એવું પૂછતાં ત્યારે સામેથી મેસેજ આવ્યો હતો કે  મેં તેમને મારી નાખ્યો. જે બાદ તરત જ મેહુલભાઈની શોધખોળ કરવામાં આવી હતી. આ સાથે પોલીસને પણ આ અંગે જાણ કરવામાં હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular