Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratઅદાણી યુનિવર્સિટી, AHRD વચ્ચે રિસર્ચ કાર્યક્રમો માટે સમજૂતી

અદાણી યુનિવર્સિટી, AHRD વચ્ચે રિસર્ચ કાર્યક્રમો માટે સમજૂતી

અમદાવાદઃ અદાણી યુનિવર્સિટી અને એકેડેમી ઓફ HRD (AHRD) વચ્ચે સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ, એક્ઝિક્યુટિવ એજ્યુકેશન અને ડોક્ટરલ ડિગ્રીઝના રિસર્ચ પ્રોગ્રામ્સ માટે સમજૂતી કરવામાં આવી છે. અદાણી યુનિવર્સિટીના પ્રો. ડો. એમ. મુરુગનંત અને HRDAના ચેરપર્સન ડો. રાજેશ ચંદવાણી દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. માનવ સંસાધન સમુદાય અને તેમની ભાવિ માગને પૂરી કરવામા આ ભાગીદારીથી લાભ થશે.

આ પ્રસંગે અદાણી યુનિવર્સિટીના પ્રો. ડો. એમ. મુરુગનંતે જણાવ્યું હતું કે અધ્યયનને વધારવા અને સમાજમાં પ્રભાવ બનાવવાના ઉદ્દેશથી અદાણી યુનિવર્સિટીએ 3T ફ્રેમવર્ક અપનાવ્યું છે. જેમાં ટ્રાન્સલેટ, ટ્રાન્સસેન્ડ અને શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પરિવર્તનનો સમાવેશ થાય છે. આ યાત્રામાં AHRD સાથે ભાગીદારી કરવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે યુનિવર્સિટીનું સંશોધન સઘન છે અને તેણે વિશિષ્ટ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, મેનેજમેન્ટ, ટેક્નોલોજી, ડિફેન્સ અને હેલ્થકેર વગેરેનો સમાવેશ થાય છે. AHRD સાથેની સમજૂતી દ્વારા વ્યાવસાયિકોને હવે માનવ સંસાધનમાં પેકેજ્ડ/કસ્ટમાઇઝ્ડ સર્ટિફિકેટ્સ (અથવા) ત્રણ-વર્ષનો ડોક્ટરલ પ્રોગ્રામની તક મળશે.

આ ઇવેન્ટમાં AHRDના ચેરપર્સન ડો. રાજેશ ચંદવાણીએ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે સંશોધનમાં શ્રેષ્ઠતાની શોધ હંમેશાં AHRDનું પ્રેરક બળ રહ્યું છે અને અદાણી યુનિવર્સિટી સાથેનો અમારો સહયોગ માત્ર ઉચ્ચ-સ્તરની ગુણવત્તા જાળવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

આ MOU વૈશ્વિક કુશળતા મેળવવા, શૈક્ષણિક જ્ઞાનેવર્ધન સાથે સમય અને સંસાધનોનો લાભ લેવાની પૂરતી તકો પૂરી પાડે છે. તે પ્રોફેશનલ્સને ઇનસાઇટ્સનો ઉપયોગ કરી રિસર્ચ માર્ગદર્શન અને વધુ વ્યાવસાયિક વિકાસ માટે ટૂંકા અને લાંબા ગાળાના ખાસ પ્રોગ્રામ્સનો ભાગ બનવાની તક આપે છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular