Monday, August 11, 2025
Google search engine
HomeNewsGujaratડિસેમ્બરમાં 10,000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

ડિસેમ્બરમાં 10,000થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના બરાબર એક વર્ષ પહેલાં રાજ્યની 10,315 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જેના માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે, ગ્રામ પંચાયતની ચૂંટણી ભાજપ માટે સેમી ફાઇનલ જેવી પુરવાર થશે. સામે પક્ષે કોંગ્રેસ તો અવઢવમાં છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી અને પેટા ચૂંટણી- બંને ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાશે. અપૂરતા EVMને કારણે ચૂંટણી પંચે આ ચૂંટણીઓ બેલેટ પેપેરથી કરવાની યોજના બનાવી છે. રાજ્યના ચૂંટણી પંચે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આગામી અઠવાડિયે ચૂંટણી પંચ સત્તાવાર જાહેરાત કરશે.

ગુજરાત વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની શક્યતા છે, ત્યારે આવતા મહિને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને માટે ભાજપની પટેલ સરકારે તૈયારીઓ શરૂ કરી છે. તેના ભાગરૂપે મુખ્યત્વે રસીકરણ, કોરોનાની ત્રીજી લહેર, વિકાસ યોજનાઓ અને સરકારી કાર્યક્રમોની અમલવારીને લઈને વિવિધ તબક્કે સમીક્ષાઓ કરવામાં આવી રહી છે.

રાજ્યની ડિસેમ્બર, 2021ની ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કક્ષાએ સરકારી યોજનાઓનો નાગરિકોને વધુમાં વધુ લાભ મળતો થાય એ માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ભાજપ સંગઠને પણ ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોની સાથે પેજ પ્રમુખ અને પેજ સમિતિની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે, સાથે સાથે સંગઠનના પદાધિકારીઓને દરેક જિલ્લા તાલુકાનો પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે. હાલ રાજ્યમાં 18,225 ગામોમાં 14,929 ગ્રામ પંચાયતો છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular