Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujaratહેરોઇનનો કરોડોનો જથ્થો જપ્તઃ પાંચ જણની ધરપકડ 

હેરોઇનનો કરોડોનો જથ્થો જપ્તઃ પાંચ જણની ધરપકડ 

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ અત્યાર સુધીની સૌથી મોટી ખેપ જપ્ત કરી છે. રાજ્યના મુંદ્રા પોર્ટથી એ ડ્રગ્સની ખેપ પકડવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલા હેરોઇનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 12થી 15,000 કરોડ આંકવામાં આવી રહી છે. ડ્રગ્સની એ ખેપ શિપના રસ્તે કન્ટેનરોમાં છુપાવીને અફઘાનિસ્તાનથી વાયા ઇરાન થતા ભારતમાં લાવવામાં આવવામાં આવી હતી. ચાર દિવસચાલેલા DRIના એક મોટા ઓપરેશન પછી એ ડ્રગ્સની ખેપ જપ્ત કરવામાં આવી છે. આ મામલે કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અફઘાનિસ્તાનના મૂળ રહેવાસી પણ છે.

DRIનું આ ઓપરેશન હજી પણ જારી છે. ફોરેન્સિક લેબમાં ડ્રગ્સની તપાસ કરવામાં આવી રહી છે. તાલિબાને આ ડ્રગ્સ ભારત મોકલ્યું હતું કએ પહેલાં પણ અફઘાનિસ્તાનમાં તાલિબાને કરોડોનું ડ્રગ્સ ભારતમાં મોકલી ચૂક્યું છે, જેમાં નાર્કો ટેરર એન્ગલ પણ સામેલ છે. ગુજરાતના અમદાવાદ, દિલ્હી, ચેન્નઈ, ગાંધીધામ અને માંડવીમાં તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. DRIએ કહ્યું હતું કે આ કેસમાં અફઘાનિસ્તાનીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. વિશ્વમાં હેરોઇનનું સૌથી મોટું ઉત્પાદક અફઘાનિસ્તાન છે, જે વૈશ્વિક માગના 80-90 ટકા સપ્લાય કરે છે, જેથી સત્તામાં ફરેલા તાલિબાનને ફંડ ઊભું કરવામાં મદદ મળે છે.

રાજ્યના મુંદ્રા પોર્ટ પરથી ATS અને કોસ્ટ ગાર્ડના સંયુકત ઓપરેશનમાં ભારતીય જળસીમામાંથી ઘુસાડવામાં આવતા કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂ.12-15 હજાર કરોડ રૂપિયાથી વધારે છે. આ જથ્થો મગાવનાર બે ઇમ્પોર્ટરની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular