Monday, June 9, 2025
Google search engine
HomeNewsGujaratસેરિટોસ કોલેજ માટે ગુજરાતી દંપતીઓ તરફથી લાખો ડોલરનું દાન

સેરિટોસ કોલેજ માટે ગુજરાતી દંપતીઓ તરફથી લાખો ડોલરનું દાન

આર્સેટિયા, તા. ૨૩: અમેરિકાના લોસ ઍન્જલિસની સેરિટોસ કોલેજ માટે ત્યાં વસતા ગુજરાતીઓએ ધનની સરવાણી વહાવી છે. મૂળ ગુજરાતીઓએ સ્થાપેલા કોલેજ ફાઉન્ડેશન દ્વારા કોલેજના શૈક્ષણિક કાર્યક્રમો માટે ૩૨ લાખ ડોલરનું દાન ઍકત્ર કરી આપવામાં આવ્યું છે. ગુજરાતી ડોક્ટર દંપતીઓ દ્વારા દસ લાખ ડોલરનું દાન અપાયું છે. આમ કોલેજ માટે કુલ ૪૨ લાખ ડોલરનું ભંડોળ ગુજરાતીઓ દ્વારા ઍકત્ર થયું છે. સેરિટોઝ કોલેજ અમેરિકાની પ્રસિદ્ધ કોલેજો પૈકી ઍક છે.

અમેરિકાના લોસ ઍન્જલિસથી વીસ માઇલ દૂર આવેલા સેરિટોસ સિટીમાં આવેલી સેરિટોસ કોલેજ અમેરિકન વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવવાની બાબતમાં ૮મી રેન્ક ધરાવે છે. સાથે અમેરિકાની ૨૫ કમ્યુનિટી કોલેજોમાં ૯મું સ્થાન ધરાવે છે. કોલેજમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે.

ભારતીય ગુજરાતીઓ દ્વારા કોલેજને મળેલા ભંડોળના ઋણ સ્વીકાર માટે તાજેતરમાં ઝૂમ એપ પર બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોલેજના પ્રેસિડન્ટ ડો. જાસ ફિઍરો, સિટી ઓફ સેરિટોસના મેયર નરેશ સોલંકી, કોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ પરિમલ શાહ, ફાઉન્ડેશન કમિટીના ડાયરેક્ટર તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, જૈન સોશિયલ ગૃપના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર વોરા તથા ડો. જસવંત મોદીએ ભાગ લીધો હતો. સેરિટોસ સિટીના મેયર નરેશ સોલંકીએ સ્થાનિક સમાજના ઉત્કર્ષ માટે ઉદારતા દર્શાવવા બદલ તબીબ દંપતી ડો. જસવંત મોદી તથા ડો. મીરા મોદી, ડો. હર્ષદ શાહ તથા ડો. રક્ષા શાહને અભિનંદન આપ્યા હતા. કોલેજ ફાઉન્ડેશન પ્રેસિડન્ટ પરિમલ શાહ અને કમિટી ડાયરેક્ટર યોગી પટેલે ફાઉન્ડેશનની પ્રવૃતિ વર્ણવી હતી. પરિમલ શાહે દાતા તબીબ દંપતીઓ અને ફાઉન્ડેશનના સદ્કાર્યથી માત્ર જૈન ભારતીય અમેરિકનો જ નહીં, સ્થાનિક લોકો અને કોલેજો તથા શૈક્ષણિક કાર્યક્રમોને લાભ થશે.

ફાઉન્ડેશનના ડાયરેક્ટર લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે, કોલેજના શૈક્ષણિક કાર્યક્રમો માટે ૩૨ લાખ ડોલરથી વધુનું ભંડોળ ઍકત્ર થયું છે. જેનાથી વિદ્યાર્થીઓને ઍમની કારકિર્દી ઘડતરમાં લાભકારક રહેશે. રાજેન્દ્ર વોરાએ તબીબ દંપતીઓની સખાવતને બિરદાવી હતી.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular