Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujarat15મી ફેબ્રુઆરીથી અમદાવાદ મોટેરાથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધી દોડશે મેટ્રો

15મી ફેબ્રુઆરીથી અમદાવાદ મોટેરાથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધી દોડશે મેટ્રો

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના અંતરને જોડવા માટે અને દરરોજ ગાંધીનગરથી અમદાવાદ અવર જવર કરનારા માટે મેટ્રો ટ્રેનની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ડાયરેક્ટ કનેક્ટિવિટી અને ટ્રેન ફ્રિકવન્સી વધારવાને લઈને મેટ્રો રેલ સેફ્ટી કમિશનરે મંજૂરી આપી છે. જેમાં આગામી 15 ફેબ્રુઆરીથી APMCથી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધીની ટ્રેન શરુ થશે. આમ થવાથી હવે મુસાફરોને સેક્ટર 1 અને ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ અથવા GNLUથી ટ્રેન નહી બદલવી પડે. જ્યારે GNLU અને ગિફ્ટ સિટી ઓફીસો વચ્ચે બસ સેવાઓ પણ દર અડધા કલાકે ઉપલબ્ધ રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular