Tuesday, May 20, 2025
Google search engine
HomeElection 2024 Gujaratભાવનગરના મહારાજાને ભારત રત્ન મળવો જોઈએ..

ભાવનગરના મહારાજાને ભારત રત્ન મળવો જોઈએ..

લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. અને તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે એક ઈન્ટરવ્યુ દરમિયાન કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા ભાવનગરના મહારાજાને ભારત રત્ન આપવાની માગ કરી હતી.

કોંગ્રેસની જીતને લઈ ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું 2004 કરતા પણ વધુ સારી બહુમતી સાથે 2024માં કોંગ્રેસનો વિજય થશે. આ ચૂંટણી નવુ પરિવર્તન લઈને આવશે. કોંગ્રેસ ગુજરાતમાં 16 બેઠક પર જીતશે, એટલું જ નહિં દેશમાં પણ બહુમતી સાથે જીતશે. રાજ્યની પ્રજા ભાજપથી કંટાળી ગઈ છે. હવે  પરિવર્તનની માગ કરી રહી છે.

વધુમાં ક્ષત્રિય સમાજના વિરોધ પર નિવેદન આપતા કહ્યું કે સત્તા પક્ષ પર બેસીને કોઈ વ્યક્તિ વિશે કે સમાજ વિશે ભાજપ બોલે તે શોભતુ નથી. આ નિવેદન બાદ દેશમાં કેટલીક જગ્યા પર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સત્તા પક્ષ પર બેસીને કોઈ સમાજ માટે અયોગ્ય વર્તન શોભતુ નથી. 2024ની લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો રોષ ખુબ નડતર રૂપ બનશે.

આ ઉપરાંત તેમણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ પર વાત કરતા કહ્યું કે ભાવનગરના રાજાએ પહેલા રાજા હતા, જેમણે દેશને એકત્રીત કરવામાં પહેલી આહુતી આપી હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલને તો ભારત રત્ન આપવો જોઈએ. રાહુલ ગાંધીના રાજા પરના નિવેદન પર કહ્યું કે તેમના નિવેદનને વખોડવાનો પ્રયાસ ન કરશો. રાજા જમીન આપતા કે લેતા નહિં. પાર્લામેન્ટમાં PM રાજા અને અંગ્રેજો સાથેની સાંઠગાંઢ ધરાવવાની વાતો કરે છે તે યોગ્ય નથી. તેમણા મત અનુસાર રાજા શું પ્રજા વિરોધી હતા?.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular