કેન્દ્ર સરકાર સંચાલિત ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનના ઉપક્રમે અને NIFT ગાંધીનગરના સહયોગમાં અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે હાલમાં જ ‘ખાદી મહોત્સવ-2023’નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં દેશભરની 50 ખાદી સંસ્થાઓ તથા 75 એકમોએ ભાગ લીધો હતો.આ મહોત્સવ દરમિયાન એક ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોડેલ યુવક-યુવતીઓએ ખાદીનાં વસ્ત્રોમાં સજ્જ થઈને ખાદી ફેશનનું પ્રદર્શન કર્યું હતું.સમગ્ર શોને છ મહત્ત્વની સીક્વન્સમાં વહેંચી દેવામાં આવ્યો હતો.આ શોમાં ભાગ લેવાની એનઆઈએફટી-ગાંધીનગરના વિદ્યાર્થીઓને ભાગ લેવાની સંસ્થાના ડાયરેક્ટર ડો. સમીર સૂદે પરવાનગી આપી હતી.આ મહોત્સવ દરમિયાન સિલ્ક લૂમ, હની બી બોક્સ, પોટર વ્હીલ, લેધર ફૂટવેર અને અગરબત્તીઓ જેવી ચીજવસ્તુઓને પણ પ્રદર્શનાર્થે મૂકવામાં આવી હતી.
આ મહોત્સવમાં ગુજરાત સરકાર પ્રધાન, NIFTના અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.