Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratકેજરીવાલે રાજ્યના વેપારીઓને પાંચ ‘ચૂંટણી’ ગેરન્ટી આપી

કેજરીવાલે રાજ્યના વેપારીઓને પાંચ ‘ચૂંટણી’ ગેરન્ટી આપી

જામનગરઃ રાજ્યમાં ચૂંટણી માથે છે, ત્યારે રાજકીય પક્ષોના આગેવાનોની રાજ્યની મુલાકાતોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના જામનગર પહોંચેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વેપારીઓ સાથે ટાઉનહોલમાં મુલાકાત કરી હતી. તેમણે વેપારીઓને પાંચ ચૂંટણી વચનો આપ્યાં હતાં.

ગુજરાતમાં અમારી સરકાર બની તો વેપારીઓ માટે સરળ કાયદો બનાવીશું. વેપારીઓને નાણાં ફસાઈ જાય તો બહુ મુશ્કેલીઓ પડે છે. કોમોડિટી એક્સચેન્જમાં પણ બહુ મુશ્કેલીઓ પડે છે. તેમણે કહ્યું હતું કે આજે ગુજરાતમાં વેપારીઓને પાંચ ગેરન્ટી આપું છું. જો ગેરન્ટી પૂરી નહીં થાય તો ફરી મત માગવા નહીં આવું.

તેમણે પાંચ ચૂંટણી ગેરન્ટી નીચે મુજબ આપી હતી.

  • ડરનો માહોલ ખતમ કરીશું, તમે કોઈ પણ પક્ષના હો.
  • વેપારીઓને માન આપીશું, દેશમાં એવો માહોલ છે કે વેપારીઓ ચોર હોય છે.
  • દરોડા રાજ બંધ કરીશું. દિલ્હીમાં પણ અમે આવું કર્યું છે. વગર દરોડાએ 30,000 કરોડથી 75,000 કરોડની આવક થઈ ગઈ. દિલ્હીમાં ડોર સ્ટેપ ડિલિવરી શરૂ કરીને ભ્રષ્ટાચાર ખતમ કરીશું.
  • VAT એમ્નેસ્ટી યોજના લાવવામાં આવશે.
  • વેપારીઓની ભાગીદારી માટે એક કમિટી બનાવવામાં આવશે અને તમારા લોકોની સલાહ સરકાર માનશે.

 

પક્ષોને ચૂંટણી સમયે વેપારી નજરે પડે છે, કેમ કે ડોનેશન લેવાનું છે, પણ તમારી વચ્ચે ડોનેશન લેવા નથી આવ્યો, પણ રાજ્યના વિકાસમાં ભાગીદાર બનાવવા માટે આવ્યો છું. રાજ્યમાં અમારી સરકાર બની તો તમે કહેશો, એ અમે કરીશુ, કેમ કે સમસ્યા તમને માલૂમ છે, ઓફિસમાં બેઠેલા અધિકારીઓને નહીં, એમ તેમણે કહ્યું હતું.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular