Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratએશિયા ચેમ્પિયનશિપમાં જિતેન્દ્ર યાદવ, સમીર અબ્બાસીને બ્રોન્ઝ મેડલ

એશિયા ચેમ્પિયનશિપમાં જિતેન્દ્ર યાદવ, સમીર અબ્બાસીને બ્રોન્ઝ મેડલ

અમદાવાદઃ “જિતેન્દ્ર યાદવ” અને “સમીર અબ્બાસી”એ બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન ચેમ્પિયનશિપમાં મેન્સ ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

જિતેન્દ્ર યાદવ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, સાયબર ક્રાઇમ -અમદાવાદ અને સમીર અબ્બાસી “બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમી”ના હેડ કોચે વિયેતનામમાં યોજાયેલી બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન ચેમ્પિયનશિપ 2023માં “45+” વર્ષની મેન્સ ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

જિતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીની ટીમે ક્વાર્ટર ફાઇનલમાં વિયેટનામના Le Thanh Hong અને Nguyen Viet Thang ને 21-10 અને 23-21 થી હરાવીને જીત મેળવી હતી.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular