Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratજામનગર મ્યુ. કોર્પો.માં ભાજપ સતત છઠ્ઠીવાર સત્તામાં

જામનગર મ્યુ. કોર્પો.માં ભાજપ સતત છઠ્ઠીવાર સત્તામાં

જામનગરઃ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં તમામ કોર્પોરેશન પર કબજો કર્યો છે. જામનગર કોર્પોરેશન ભાજપનો ગઢ ગણવામાં આવે છે. પાર્ટીએ અહીં સતત છઠ્ઠી વખત સત્તા મેળવવામાં સફળતા મેળવી છે. જામનગરનાં સંસદસભ્ય પૂનમબહેન માડમે જીત બાદ મતદારોનો આભાર માન્યો હતો.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ધમાકેદાર પ્રદર્શન કરી સતત છઠ્ઠી વખત સત્તા કબજે કરી છે. કોંગ્રેસ પાર્ટીને અહીં પણ નિરાશા હાથ લાગી છે. 64 સીટો ધરાવતા જામનગર કોર્પોરેશનમાં ભાજપ 50 સીટો જીતવામાં સફળ રહી છે. કોંગ્રેસને માત્ર 11 સીટોથી સંતોષ કરવો પડ્યો છે.  માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટીના ખાતામાં ત્રણ સીટ આવી છે.  જામનગર કોર્પોરેશનના 16 વોર્ડની કુલ 64 સીટો છે. ભારતીય જનતા પાર્ટીએ અહીં 50 સીટો પર વિજય મેળવ્યો છે. તો 11 બેઠક કોંગ્રેસ અને ત્રણ બહુજન સમાજવાદી પાર્ટીને મળી છે. આ સિવાય કોઈ પાર્ટી કે અપક્ષ ખાતુ ખોલાવી શક્યા નથી.

ગઈ ચૂંટણીમાં વર્ષ 2015માં જામનગર કોર્પોરેશનની 64 બેઠકમાંથી ભાજપના ફાળે 38 બેઠક ગઈ હતી. જ્યારે કોંગ્રેસના ફાળે 24 બેઠક ગઈ હતી. બે બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી.

વર્ષ 2021 અને વર્ષ 2015ની ચૂંટણીની સરખામણી કરવામાં આવે તો જામનગર કોર્પોરેશનમાં ભાજપની બેઠકમાં વધારો થયો છે. ભાજપની 12 બેઠક વધી છે. જ્યારે કોંગ્રેસને  13 બેઠકનું નુકસાન થયું છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular