Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratમહેસાણાના રાધે ગ્રુપ પર IT વિભાગના દરોડા, બેનામી વ્યવહારો મળવાની આશંકા

મહેસાણાના રાધે ગ્રુપ પર IT વિભાગના દરોડા, બેનામી વ્યવહારો મળવાની આશંકા

રાજ્યમાં થોડા દિવસ બાદ ફરી એક વખત IT વિભાગ એક્સનમાં જોવા મળી રહ્યું છે. મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપના મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે. IT વિભાગ દ્વારા આજે વહેલી સવારથી જ પોલીસને સાથે રાખી મોરબી, અમદાવાદ, મહેસાણા સહિતનાં સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આશરે બે ડઝનથી વધુ સ્થળે આઈટી વિભાગે એકસાથે તપાસ હાથ ધરી છે. ત્રણેય સ્થળ પર બે ડઝનથી વધુ ટીમો દ્વારા સર્ચ હાથ ધરાતાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતા છે.

મળતી માહિતી અનુસાર મોરબીના બે સિરામિક ઉદ્યોગકારોનું પણ રાધે ગ્રુપ સાથે કનેક્શન હોય ત્યાં પણ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. બીજી બાજુ રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ દરોડો પાડવામાં આવ્યો છે. આ ગ્રુપ પેપર મિલ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે. મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા તીર્થક ગ્રુપ પર વહેલી સવારે સાડાપાંચ વાગ્યાથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રુપની ઓફિસ, કારખાના તેમજ ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular